________________
૧૬૫
ભોગપભોગવિ. રહેલું છે, તેથી એ પણ મદિરાનું રૂપાન્તર છે. એ સર્વમાં ત્રસ જતુઓની ઉત્પત્તિ હંમેશ હોય છે. તેમજ મદિરા બુદ્ધિને સાક્ષાત્ નાશ કરનારી છે, તામસ વૃત્તિને વધારનારી છે, ઘેલછા ઉત્પન્ન કરનારી છે, અવિવેક ઉદ્ધતાઈ આદિ અનેક દણની માતા છે, અધ્યાત્મ વૃત્તિની ભૂમિકાને પણ નાશ કરનારી છે, તે અધ્યાત્મના અંકુર ફૂટવાની તે વાત જ શી? માટે એવી અનેક દુર્ગુણેની માતા મદિરા મહાવિગઈ તરીકે પ્રસિદ્ધ છે, તેથી તે વર્જવા ગ્ય છે. તેમજ આસ અને
અરિષ્ટો પણ મદિરાનાં રૂપાન્તર હેવાથી વજનીય છે. એમાં મદિરા જેટલા ઉગ્ર અવગુણ નથી, તેપણ મદિરા તુલ્ય હોવાથી વિવેકી પુરૂષોએ વર્જવા ચોગ્ય છે. ભસ્મ રસાયણે ઈત્યાદિ અનેક નિર્દોષ ઔષધેની હયાતિમાં એવા સદોષ આસવાદિ ઔષધને ઉપગ પાપભીરૂ જીવ ન જ કરે.
૮ માંસ–માંસની ઉત્પત્તિ દયાવાળાને કમકમાટી ઉપજાવે તેવી છે. દર સમયે એમાં બાદર નિગોદના અનંત જીની અને અસંખ્ય ત્રસ જીવની ઉત્પત્તિ ચાલુ હોય છે. મદિરાની માફક માંસ પણ બુદ્ધિને ભ્રષ્ટ કરનાર, તામસ વૃત્તિને ઉત્પન્ન કરનાર અને નિર્દયતાનું મૂર્તિમંત સ્વરૂપ છે. મદિરા અને માંસ દેખતાં જ ઘૂણા-જુગુપ્સા ઉત્પન્ન કરે છે, તેવા એ પદાર્થોને તેઓ હાથમાં અને મુખમાં કેવી રીતે મુકતા હશે? પરન્તુ વિષ્ટાના કીડાઓને વિષ્ટા એ જુગુપ્સનીય પદાર્થ ૧ ઉપલક્ષણથી ભાંગ, ગાંજો, માજમ, ચડસ ઈત્યાદિ ચીજો પણ કેફી હોવાથી અભક્ષ્ય છે. અફીણ એ વિષમાં ગણાય છે. તે વિષ અભક્ષ્યમાં જાણવું.