________________
૧૬૬
શ્રાવકધર્મ વિધાન નથી, તેમ દારૂડીઆ નિર્દય ને મદિર માંસ જાણે કંઈ જ ઘણા પાત્ર નથી, માટે ઉત્તમ જીવેને તે એ સર્વથા વર્જનીય છે.
પ્ર—તમે કહે છે કે મદિરા માંસ એ બુદ્ધિભ્રષ્ટ કરનારા પદાર્થો છે. ને દુનિયામાં દષ્ટિ ફેરવતાં તે એમ જણાય છે કે જેઓ મદિર માંસના આહારી છે, તેઓ જ બહુ બુદ્ધિમાન કળાકુશળ અને ચમત્કારી શોધખોળ કરનારા છે. પૂર્વે નહિં સાંભળેલ અને આશ્ચર્યમાં ગરકાવ કરે એવાં આગગાડી, ડ્રેનેગ્રાફ, ટેલિગ્રાફ, ટેલિફોન, રેડી, ફેટોગ્રાફ ઈત્યાદિ અનેક યાગ્નિક સાધનની શોધ એ મદિરા માંસના આહારવાળાઓએ કરી છે, અને વનસ્પતિ આહારવાળાની તેવી બુદ્ધિવભાવવાળી ચમત્કારી શોધખોળે સાંભળી નથી, તેમ વર્તમાનમાં દેખાતી પણ નથી, માટે મદિરા માંસને આહાર બુદ્ધિને ભ્રષ્ટ કરનાર છે એ વાત બંધબેસતી નથી.
ઉત્તર–“બુદ્ધિને ભ્રષ્ટ કરનાર છે એ વાક્યથી બુદ્ધિને અભાવ ન જાણ. પરન્તુ સદ્દબુદ્ધિને ભ્રષ્ટ કરી દબુદ્ધિ વધારનાર છે, એ ભાવાર્થ છે. કારણ કે દુનિયામાં દષ્ટિ ફેરવતાં એમ સ્પષ્ટ જણાય છે કે મદિરા માંસની ભક્ષક દુનિયા કેવળ દુબુદ્ધિની દુનિયા છે, સદબુદ્ધિને છાંટે પણ એ દુનિયામાંથી શેળે જડે તેમ નથી. અને વનસ્પતિ આહારવાળી દુનિયા એ જ એક સગુણી દુનિયા છે. જે મદિરા માંસ જેવા અશ્લીલ આહારવાળી દુનિયા બુદ્ધિવાળી હેય તે દુબુદ્ધિવાળી દુનિયા શું વનસ્પતિ આહારવાળી છે? પાપથી જે સ્વર્ગ મળતું હોય તે દુર્ગતિ પુણ્યથી જ