________________
૧૭૨
શ્રાવકધર્મ વિધાન જ્યાં ઉત્તમ શ્રાવકને સચિત્ત જળ પણ અભક્ષ્ય છે ત્યાં કરાની તે વાતજ કયાં રહી !
૧૩ ભૂમિ-પૃથ્વીકાય-માટી, ખડી એ સુધાની શાન્તિ અર્થે આહારની વસ્તુ નથી. અને સચિત્ત હોય તે અસંખ્ય પૃથ્વી જીવાત્મક છે માટે અભક્ષ્ય છે. કાચું મીઠું હંમેશાં સચિત્ત જ હોય છે, માટે અભય છે. (આહારમાં ઉપરથી લેવા માટે અચિત્ત કરેલું મીઠું ભક્ષ્ય છે, પરંતુ સચિત મીઠું અભક્ષ્ય છે.) એક આમળા પ્રમાણે મીઠામાં (વા સચિત્ત પૃથ્વીમાં) જેટલા જીવે છે તેટલા જીવો જે પારેવા જેવડાં રૂપ કરે, તે જંબુદ્વીપમાં પણ ન સમાય. મીઠું સિંધવ (સફેદ સિંધવ અચિત્ત છે, માટે લાલ સિંધવ) તથા પૃથ્વીમાંથી નિપજતા ખાર એ પૃથ્વીઓમાં એટલા ઘન જીવે છે કે તેના નાના ઢેફાને ચક્રવતીની બળવાન સ્ત્રી ચૂરીને ૨૧ વાર શિલા પર શિલાથી લસોટે, તે પણ તે અચિત્ત બની શકતું નથી. જેથી એ વસ્તુઓને અચિત્ત બનાવવામાં અગ્નિ શસ્ત્ર સમું બીજું શસ્ત્ર નથી. ભઠ્ઠીમાં પકવવાથી મીઠું બરાબર અચિત્ત થાય છે ચૂલા પર પાણીમાં ચાસણવત્ ઉકાળવાથી પણ બરાબર અચિત્ત થાય છે. લોઢી ઉપર ઘણું લાલ શેકવાથી અચિત્ત થાય છે. એમાં ભઠ્ઠીમાં પકવેલું મીઠું બે ચાર વર્ષો સુધી અચિત્ત રહે છે, અને શેષ વિધિથી અચિત્ત કરેલું મીઠું ચોમાસામાં ૭ દિવસ, શિયાળામાં ૧૫ દિવસ ને ઉન્ડાળામાં ૧ માસ અચિત્ત રહી સચિત્ત બની જાય છે; એમ શ્રી વીરવિમલજી મહારાજે સચિત્ત અચિત્ત સક્ઝાયમાં કહ્યું છે. વળી સચિત્ત ખાર અને