________________
૧૨૨
શ્રાવકધર્મ વિધાન પાંચ અતિચાર કઈ રીતે ઉપજે છે તે કહ્યા છે. તે સંક્ષે પમાં આ પ્રમાણે –
૧ ક્ષેત્રાદિકમાં–એક ક્ષેત્ર બીજા ક્ષેત્ર સાથે જોડી દેવું તે અતિચાર.
૨ સુવર્ણદિકમાં—અધિક સુવર્ણાદિ બીજાની પાસે વા બીજાના નામે આપવું.
૩ ધનાદિકમાં–અધિક ધન અમુક મુદત બાદ લઈશ એમ બંધારણ કરવું.
૪ દ્વિપદાદિમાં–ગર્લોત્પન્યાદિ વડે અધિક દ્રિપદ રાખવા.
૫ કુખ્ય પ્રમાણમાં–હલકાં વાસણ બદલીને એક ભારે વાસણ કરાવવું. એ પાંચ અતિચાર અત્યંત સંક્ષેપમાં કહીને હવે તેનું સવિસ્તર સ્વરૂપ આ પ્રમાણે – - ૧ (ક્ષેત્રાદિમાં) સજન અતિચાર–ક્ષેત્ર ત્રણ પ્રકારનું છે. ત્યાં અરઘટ્ટ (2) આદિ વડે પાણી સિંચીને ખેતી કરવા ગ્ય ભૂમિ તે સેતુ ક્ષેત્ર. વર્ષાદના જળ વડે ધાત્પત્તિ થાય તેવી ભૂમિ તે કેતુ ક્ષેત્ર, અને જે ભૂમિમાં વર્ષાદથી ને કૃપાદિ જળથી બન્નેથી ધાન્યનિષ્પત્તિ થાય એવી ભૂમિ તે સેતુ કેતુ ક્ષેત્ર. અહિં જે એક બે ઈત્યાદિ ક્ષેત્રને નિયમ કર્યો હોય ને તેથી અધિકની ઈચ્છા થતાં સાથેનાં ક્ષેત્રની વચ્ચેની વાડ વિગેરે અન્તર તેડીને એક મેટું ક્ષેત્ર બનાવે ત્યારે તત્વથી તે અધિક પરિગ્રહની ઇચ્છા ફલિત કરવાથી વ્રતને ભંગ થયે છે, પરંતુ નિયમ