________________
પરિગ્રહવિત્ર
૧૭ ભાવ એટલે અધિકની ઈચ્છા, તે ઈચ્છાવડે “અમુક મુદત બાદ હું આ વાસણ વિગેરે લઈ જઈશ માટે તારે આ વાસણ વિગેરે બીજાને ન આપવાં.” એ પ્રમાણે કહીને નિયમની મુદત સુધી ઘરવખરી કેઈને નહિ આપવાનું કબૂલ કરાવી બીજાને ત્યાં રાખી મૂકે તે ભાવથી અતિચાર છે. પ્રથમ કહેલા અતિચારમાં “ભાવાન્તર' પદનો ઉપયોગ થઈ શકે, પરંતુ બીજા અર્થમાં કેવળ ભાવ” અતિચાર જ કહેવાય.
એ પાંચ અતિચારને મૂળ સૂત્રમાં (સિદ્ધાન્તમાં) ખેરવત્થામાણુઈમે ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિક્રમ અતિચાર, હિરણ્ય સુવર્ણ પ્રમાણતિકમ અતિચાર ઈત્યાદિ અતિચારનાં નામે છે. અને આ ગ્રંથમાં સંજન અતિચાર, પ્રહાન અતિચાર ઈત્યાદિ નામ કહ્યાં છે, પરંતુ શ્રુતને અનુસારે એટલે શ્રતમાં કહેલ ક્ષેત્ર વાસ્તુ પ્રમાણાતિકમ ઈત્યાદિ પદેમાં અતિચારને વિચાર કરતા ભંગમાં અને અતિચારમાં કંઈ પણ વિશેષતા સ્પષ્ટ નથી. એ કારણથી વ્રતને ભંગ અને અતિચાર એ બેની વિશેષતા સ્પષ્ટ દર્શાવવાને અર્થે આ ગ્રન્થમાં સંજન, પ્રદાન, બંધન ઈત્યાદિ અતિચાર ભાવના દર્શાવી છે. જેથી ભંગાભંગરૂપ અતિચાર સ્પષ્ટ સમજાય છે.
પ્રશ્ન–સિદ્ધાન્તમાં કહેલી અતિચારેની ખેત્તવત્થપમાણુઈમે ઈત્યાદિ પરિપાટી છોડીને ગ્રન્થકર્તાએ સંજન, બંધન ઈત્યાદિ નવી પરિપાટી કેમ કહી ?
ઉત્તર-ગ્રન્થર્તાએ પહેલી ગાથામાં પ્રથમથી જ