________________
*
મેગાપભોગવિ.
૧૪૯ ઇત્યાદિ) તે પણ સચિત્ત પ્રતિબદ્ધ આહાર. તેવા પદાર્થોનું ભક્ષણ કરવું તે સચિત પ્રતિબદ્ધ અતિચાર. અહિં સચિત્ત પ્રતિબદ્ધનો ત્યાગ સાવદ્ય આહારના ત્યાગીને હોય છે, તેથી સાવદ્યાહાર ત્યાગી જે સચિત્ત પ્રતિબદ્ધનું ભક્ષણ કરે તે વ્રતને ભંગ થાય છે (અર્થાત્ વ્રતની સાપેક્ષતા શોધીને ભક્ષણ કરે તો પણ વ્રતભંગ થાય છે.) માટે અહિં અનાગ અને અતિક્રમાદિ વડે (ઉપગ શૂન્યતાથી ભક્ષણ કરે અથવા ભક્ષણનું ચિંતવનાદિ કરે તેનાથી) અતિચાર છે (પરતુ સાપેક્ષ નિરપેક્ષતાથી ભંગાભંગરૂપ અતિચાર નથી.)
અથવા પાકું ખજૂર વિગેરે ખાવાની વૃત્તિમાં ખજૂરનો ઢળી સચિત્ત છે માટે તેને ત્યાગ કરીશ, પરન્તુ ખજૂર ગર્ભ અચિત્ત છે માટે તેનું ભક્ષણ કરીશ, એવી બુદ્ધિથી પાકું ખજૂર વિગેરે ફળ મુખમાં નાખે તે સચિત્તાહારના ત્યાગીને (સાવદ્યાહાર ત્યાગીને) અતિચાર લાગે. કારણ કે ઢળી સચિત્ત છે માટે વ્રતને ભંગ છે, પરંતુ ગર્ભ અચિત્ત છે માટે વ્રતને ભંગ નથી તેથી વતની અપેક્ષા હોવાથી અહિં ભંગાભંગરૂપ અતિચાર છે. એ પ્રમાણે અચિત્તપ્રતિબદ્ધના ભક્ષણને અતિચાર બે રીતે છે.
૩. અપકવૈષધ ભક્ષણ અતિચાર–અગ્નિમાં પકાવ્યા વિના કાચાં ધાન્ય ખાવાં તે અપકવૌષધિ ભક્ષણ અતિચાર છે (સચિત્તના ત્યાગીને કાચાં ધાન્ય સચિત્ત હેવાથી તેના ભક્ષણને ત્યાગ હોય છે, તેથી કાચાં ધાન્ય ખાય તે વ્રતને સાક્ષાત્ ભંગ છે. પરંતુ અનાગથી અથવા અતિક્રમાદિકથી ખાવામાં આવે તે અતિચાર ગણાય છે.)