________________
૧૫૮
શ્રાવકધર્મવિધાન ૧૧ ય~પીલન અતિચાર–તેલની ઘાણીમાં તલ પીલવા પીલાવવા, શેલડીના કેમાં શેલડી પીલવી પીલાવવી, સરસવ પીલવા પીલાવવા, એરંડા પીલવા પીલાવવા, જળના રેટ ફેરવવા, ઈત્યાદિ યાત્રિક સાધનોથી તિલાદિક ધાન્યો વિગેરે પીલવા પીલાવવાના ધંધામાં તિલાદિ ધાને સ્વતઃ સચિત્ત હેવાથી સ્થાવરની હિંસા છે, ત્રસ જીવયુક્ત હોવાથી ત્રસની હિંસા છે, તેમજ તિલ વિગેરે આપીને તેના બદલામાં તેલ વિગેરે લેવાને વ્યાપાર તે પણ અહિં અન્તર્ગત છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-રાહુના રમ્ (દશ ખાટકીસ્થાન જેટલું ૧ ચક્ર-ચન્ટ) છે. જેથી શ્રાવકે આ પાપારંભના વ્યાપાર વર્જવા યોગ્ય છે.
પ્રશ્ન–વર્તમાન સમયમાં ચાલતી મીલેને વ્યાપાર કયા કર્માદાનમાં
ઉત્તર–શકટર્મ વાહનેને અંગે છે, અને ચન્નપીલન કર્મ તેલ પીલવાની મુખ્યતાઓ છે. તેથી શકટ કમમાં સમાવેશ ન થતાં ચન્નપીલન કર્મમાં મીલેને સમાવેશ થાય છે. કારણ કે મીલ જન પ્રેસ ઈત્યાદિ મહાન યંત્રમાં કપાસનું પીલન અને રૂનું પાલન હેવાથી પીલનક્રિયાની મુખ્યતાએ મીલ જીન પ્રેસ ય–પીલન કર્માદાન છે, ને એમાં પણ છએ જવનિકાયને વધ હોવાથી શ્રાવકને વર્જનીય છે.
૧૨ નિલઇનકમ અતિચાર–જેમાં નિર્ધ્વસ (નિર્દીપણાના) પરિણામ વતે છે એવું કર્મ તે નિર્લછનકમ (નિરુ=અત્યંત, લંછન અંગછેદાદિ કર્મ તે નિર્લજીન કમ)