________________
ભોગપભોગવિ.
૧૫૭,
૯ કેશવાણિજ્ય અતિચાર–મનુષ્ય અને પશુઓને વેચવાના ધંધા તે કેશવાણિજ્ય. (દાસ ઉદાસીને ગુલામ તરીકે વેચાતા લઈ તે ગુલામને બીજે સ્થાને વેચવાનો ધંધે કેટલાક દેશમાં ચાલે છે, આ દેશમાં પણ પહેલાં હતું, હાલ જાહેર નથી.) આ ધંધામાં મનુષ્યાદિકને પરાધીન બનાવવા અને તેમને વધ બંધન તાડન આદિકમાં નિમિત્ત ભૂત થવું એ અનુચિત છે. માટે શ્રાવકે આ વ્યાપાર વર્જવા યોગ્ય છે.
૧૦ વિષ વાણિજ્ય અતિચાર–અફીણ, ગાંજો, ચડસ, વછનાગ, ઝેરચલાં, હરતાલ, સેમલ, ઈત્યાદિ ઝેરી વસ્તુઓ વેચવી, તેમજ હળ, શસ્ત્ર, કુહાડા, કેરાળા, સંચા ઈત્યાદિ વેચવા તે શ્રાવકને અનુશ્ચિત છે. એ વસ્તુઓ ત્રસ સ્થાવર અને હણનારી છે એ સ્પષ્ટ છે.
| ઈતિ. પ વાણિયાનિ છે
૧ કેટલાક દેશમાં પુત્રીઓ વેચવાને ધંધે પણ પ્રસિદ્ધ છે.
જેને કન્યાવિક્રય કહે છે. ગુજરાતમાં જે કે એમાં વિવાહનું સ્વરૂપ વર્તે છે, પરંતુ પિતા પિતે ખાવાને માટે અમુક રકમ લે છે તેથી કન્યાનું વેચાણ ગણાય છે, એટલું જ નહિ પરંતુ એક ઠેકાણેથી રકમ લઈ વળી કઈ બહાનું કાઢી બીજા વરને વેચે છે. એમ અનેક વર પાસેથી રકમ પડાવે છે. વળી આ બાબતના દલાલની પણ છૂપી ટેળીઓ હોય છે. એ સર્વને કેશવાણિજ્ય છે.