________________
૧૫
શ્રાવકધમ વિધાન
ખરીદી વેચવામાં ઉચિત છે (એમાં હાથીઓની સાક્ષાત્ હિંસા કરવા-કરાવવાનો અભાવ છે, ને અનુમતિના જો કે સદ્ભાવ છે, પરન્તુ અનુમતિના ત્યાગ શ્રાવકથી બની શક નથી, માટે તૈયારની ખરીદી ઉચિત છે.) એ પ્રમાણે શખ વિગેરેના રાજગાર પણ યથાસ'ભવ અનુચિત ઉચિત વિચારવા.
૭ લાખ વાણિજ્ય અતિચાર—લાખની ઉત્પત્તિમાં અનેક કૃમિ થાય છે, તેમજ મનશીલ તે ટંકણખાર બાહ્ય ત્રસ જીવેાની ઘાતક વસ્તુ છે, નીલી ગળીની ઉત્પત્તિ પણ ત્રસ જીવાત્પત્તિ પૂર્ણાંક છે, ધાવડી મદીરાનુ અંગ છે, ને ધાવડીનેા કલ્ક (આથા) કૃમિ જીવાની ઉત્પત્તિવાળા છે, માટે લાખ, મણસીલ, ટંકણખાર, ગળી, ધાવડી ઇત્યાદિ વસ્તુઓના ધંધા તે લાખ વાણિજ્ય કહેવાય.
૮રસવાણિજ્ય અતિચાર—રસ એટલે બહુ આરંભ વાળા પ્રવાહી પદાર્થ. તેમાં માખણુ ( એમાં છાશમાંથી અહાર કાઢયા બાદ અન્તર્મુહૂતમાં ત્રસ જીવેાની ઉત્પત્તિ થાય છે.) ચરખી [ત્રસના વધથી ઉત્પન્ન થયેલ અને માંસ રૂપ હાવાથી નિંગાદ અને ત્રસ જંતુઓની ઉત્પત્તિવાળી છે.] મદ્ય [એમાં મધુપુડાની માખીઓને ઉડાડવા ધૂમાડો આપવાથી અનેક માખીઓના વિનાશ થાય છે. અને મધ એ મધુમાખીઓની લાળથી બનેલું હોવાથી બીજા અનેક ત્રસજીવાની ઉત્પત્તિવાળુ છે.] મદિરા [એમાં પણ ત્રસની ઉત્પત્તિ છે, તેમજ બુદ્ધિના નાશ કરનાર છે માટે.] એ વસ્તુઓના વ્યાપાર શ્રાવકને માટે અનુચિત છે. (માંસના વ્યાપાર પણ એમાં અન્તગત છે.)