________________
૧૬૦
શ્રાવકધર્મવિધાન એને કહેતા જાય કે મારા કલ્યાણને અર્થે તમારે આટલી દીવાળીએ (પર્વત બાળવા એજ દીવાળી) કરવી એ પ્રમાણે પુણ્ય સમજીને દવા આપે, તે પુણ્યાર્થે. અને જૂની વનસ્પતિ બાળવાથી નવાં ઘાસ વિગેરે ઉગતાં પશુઓને ચરવાનું થશે અથવા નવું ધાન્ય નિપજશે એવી બુદ્ધિથી દવ બાળવે તે ચારી અર્થે. એ પ્રમાણે દવ બાળવાથી અનેક ત્રસ છે. બળી જાય છે માટે શ્રાવકને દવદાન વર્જનીય છે.
૧૫ સરકશેષ અતિચાર–સરોવર વિગેરેમાંથી પાણી કાઢવું તે સરકશેષ કહેવાય. અર્થાત્ ક્ષેત્રાદિકમાં ધાન્ય નિપજાવવાને માટે સરેવર, નદી, કુંડ ઈત્યાદિ જળાશયમાંથી જળની નીકે કાઠી ક્ષેત્રાદિકમાં પાણી લઈ જવું તે, (હેરોમાંથી પાણી લઈ જવું તે પણ સર શોષ). આ પ્રકારના વ્યાપારથી આજીવિકા ચલાવવી તે શ્રાવકને માટે અનુચિત છે, એમાં પણ ત્રસ જીવેની હિંસા સ્પષ્ટ સમજાય તેવી છે. ઈતિ ... સામાન્ય કર્માણિ
પ્રશ્ન-મેટા પાપારંભવાળા વ્યાપારો એ ૧૫ જ છે? કે અધિક છે?
ઉત્તર–ના, ૧૫ થી પણ ઘણા અધિક છે, કે જે દરેકની ગણત્રી કરવી અશક્ય છે, માટે અતિ પ્રચલિત એ. ૧૫ કર્માદાન વ્યાપાર કહ્યા.
પ્રશ્ન-આજીવિકાના પ્રાયઃ સર્વ વ્યાપાર પાપારંભમય છે તે આજીવિકા કરવી કઈ રીતે?
૧ ઘાડાઓ વિગેરેની રેશને વ્યાપાર, દાક્તરી ધંધો ઈત્યાદિ ઘણાં કર્માદાન વ્યાપાર છે.