________________
૧૩૬
શ્રાવકધર્મ વિધાન એ પ્રમાણે નીચે કૂવા વિગેરેમાં ઉતરવાનું પણ વિચારવું છે, પરંતુ વર્તમાન કાળમાં તે પર્વત ઉપર ચઢવાનાં સાધને અત્યંત સુલભ થવાથી પર્વત ઉપર વસવાટ વ્યાપાર ઇત્યાદિ સર્વ વ્યવહાર તિર્લગ દિશા તુલ્ય નગર ગ્રામાદિ સરખા પ્રવર્તે છે, જેથી પર્વતાદિકથી નીચે રહેલ શ્રાવક પર્વત ઉપરના વ્યાપારાદિ પાપારથી નિવૃત્ત થવાને માટે પણ ઉર્વદિશાનો નિયમ કરે અને વાનર ગૃહિત આશરણાદિ માટે ઉપર ચઢવાની વાત તે દૂર રહી, પરંતુ વ્યાપારને અર્થે પણ ઉપર ન ચઢે, એ પ્રમાણે પ્રાચીન કાળમાં પર્વતાદિ ઉપર ચઢવાને પ્રસંગ નિયમવાળા શ્રાવકને અંગે જેમ વાનર ગૃહિત આભરણાદિ કારણવાળા કહ્યો છે, તેમ હાલમાં પર્વતાદિ ઉપર ચઢવાને પ્રસંગ એવાં અ૫ કારણે માટે નહિ, પરંતુ નીચે વત્ સર્વ વ્યવહાર માટે સંભવે. પુનઃ પ્રાચીન કાળમાં ઉડતાં વિમાન વિશેષતઃ વિદ્યાધરાદિકને અને કેઈક કળાધરને હેવાથી વિમાન દ્વારા આકાશમાં ચઢવાનો પ્રચાર અલ્પપ્રાયઃ હતો. પરન્તુ વર્તમાન કાળમાં તે યાંત્રિક કળાવાળાં વિમાને (એરપ્લેને) યુદ્ધાદિ વ્યવહારમાં ને વ્યાપાર વ્યવહારમાં તેમજ ગ્રામાન્તર વ્યવહારમાં અત્યંત પ્રચારવાળાં છે. તેથી ઉર્વનિયમવાળાને એલેનથી આકાશમાં ચઢવાને પણ
૧. કૂવા વિગેરેમાં ઉતરવાનું કારણ કૂવામાં કંઈક – વાસણ વા આભરણ ઈત્યાદિ વસ્તુ પડી ગઈ હોય અને તે કૂવા વિગેરેની ઉંડાઈ નિયમથી અધિક હેયતે નિયમધારી પિતે ઉતરે તે વ્રતનો ભંગ થાય. પરંતુ બીજે કઈ