________________
૧૪૦
શ્રાવકધર્મવિધાન
(વ્યાપારથી ખરકર્માદિકનું વર્જન (ઘણી હિંસાવાળા પંદર નિર્દય વ્યાપારને ત્યાગ, તે પણ બીજું ગોપલોગ વિરમણ ગુણવ્રત કહ્યું છે. જે ૨૧
ભાવાર્થ-આ સાતમું ભેગોપગ પરિમાણુ અથવા ઉપગ પરિભાગ પરિમાણ નામનું બીજું ગુણવ્રત બે પ્રકારનું છે. એક ભેજનથી ને બીજું કમથી. ત્યાં ભેજનથી વા ભેગથી બીજા ગુણવ્રતનું સ્વરૂપ આ પ્રમાણે –
| ભજનથી બીજા ગુણવ્રતનું સ્વરૂપ છે | ઉપ-એકવાર અથવા અંદર, ભાગ-ભજન કરાય તે. આહાર પાણુ ખાદિમ સ્વાદિમનું ભજન ઉપભેગ કહેવાય, અથથા જેને ઉપભોગ કરાય તે આહારાદિ પદાર્થો પણ ઉપભેગ કહેવાય. તથા પરિ–વારંવાર અથવા બહારથી ભેગ-ઉપયોગમાં આવે તે વસ્ત્ર સ્ત્રીઆદિકને ઉપગ પરિભાગ, અથવા જેને વારંવાર અથવા બહારથી ઉપયોગ કરાય તે વસ્ત્ર સ્ત્રી આદિ પદાર્થો પણ પરિભેગ કહેવાય. (એ પ્રમાણે પહેલો અર્થ કિયાવાચક ને બીજે અર્થ પદાર્થવાચક છે.) તાત્પર્ય કે એક વાર ભેગવવામાં આવતી આહારાદિ વસ્તુઓ ઉપભોગ ને વારંવાર ભેગવવામાં આવતી વસ્ત્ર આદિ વસ્તુઓ પરિબેગ કહેવાય. ૧ મુખમાં અને ઉદરમાં જાય છે માટે આહાર આદિ
વસ્તુઓ શરીરની અંદરના ભગવાળી છે. ૨ વસ્ત્રાદિ વસ્તુઓ શરીરની બહાર ભેગવાતી વસ્તુઓ
છે. એ રીતે હેપગ્ય વસ્તુઓ બે પ્રકારની છે.