________________
૧૨૬
શ્રાવકધમ વિધાન
નિયમિત મુદ્દત્ત આદ થવાથી સ ંખ્યાના વધારા મુદત બાદ થવાના છે, પરન્તુ નિયમ વાળી મુદતમાં ગર્ભાધાન કરાવ્યાથી ગર્ભમાં રહેલાં દ્વિપદ ચતુષ્પદેથી સખ્યાને વધારા થયેલા જ છે, પરન્તુ પ્રસવથી મહાર ગણાતી સંખ્યાના વધારા થયા નથી, એ પ્રમાણે એક રીતે સખ્યાના વધારા થવાથી વ્રતના ભંગ છે, ને બીજી રીતે સખ્યામાં વધારે નહિ થવાથી વ્રતના અભંગ છે, માટે ભગાભંગ રૂપ અતિચાર છે. ॥ ઇતિ દ્વિપદાદિવિષયે કારણાતિચાર: h
૫ ક્રુષ્યમાં 'ભાવાન્તર અતિચાર—આસન શયન વાસણુ વિગેરે ઘરવખરી તે મુખ્ય કહેવાય, તેની સંખ્યાને નિયમ ીને પર્યાયાન્તર કરી અધિક પરિગ્રહ કરે તા ભાવાન્તર અતિચાર છે, તે આ પ્રમાણે—કાઇએ ૧૦ થાળ વા તપેલાનું પ્રમાણુ રાખ્યું, ત્યાર બાદ કાઇ રીતે વીસ થાળ ભેગા થયા. તેથી ટ્રુસના નિયમના ભંગ ન થવાના કારણે એ એ થાળના એકેક મોટા વા જાડા થાળ કરાવી દસના નિયમ સાચવ્યે, એ રીતે ભાવાન્તર એટલે રૂપાન્તર કરતાં તત્ત્વથી વ્રતને ભંગ છે, પરંતુ સંખ્યાની અપેક્ષાએ નિયમ સચવાયાથી વ્રતના અભંગ પણ છે. માટે ભગાભગ રૂપ અતિચાર છે. એ રીતે શેષ ઘરવખરીનું પણ જાણવું. ॥ ઇતિ ભાયાન્તરાતિચારઃ ॥
અહિ કેટલાક આચાર્યો આ પ્રમાણે કહે છે કે—
૧ વૃત્તિમાં ભાવ અતિચાર કહ્યો છે, પરન્તુ અહિં સમજવાની સુગમતા માટે ભાવાન્તર અતિચાર કહ્યો છે.