________________
૧૨૪
શ્રાવકધર્મ વિધાન સુધી આ સુવર્ણાદિ મારી પાસે રખાય નહિ માટે હારી પાસે રાખ, ને નિયમ પૂર્ણ થયે હું લઈ જઈશ. આ પ્રમાણે અધિક સુવર્ણાદિ બીજાની પાસે રાખે તે તત્ત્વથી વ્રતને ભંગ થયું છે, પરંતુ વ્રત સાચવવાની અપેક્ષાએ બીજાને સેપ્યું છે, તેથી વ્રતને ભંગ નિયમ લેનારના આશયમાં નથી માટે ભંગભંગ રૂપ પ્રદાન અતિચાર છે.
૩ (ધનાદિકમાં) બન અતિચાર–ગણિમ, ધરિમ, મેય, ને છેદ્ય એ ભેદથી ધન ૪ પ્રકારનું છે. ત્યાં સોપારી આદિ વસ્તુઓ ગણીને અપાય છે માટે ગણિમ, ગેળ, ખાંડ વિગેરે વસ્તુઓ ધરીને-તેલીને અપાય છે માટે ધરિમ. ઘી તેલ આદિ વસ્તુઓ માપીને (શેરીઆ અચ્છેરીયામાં ભરીને) અપાય છે માટે મેય, ને મણિ, રત્ન આદિ પરિછેદીને એટલે પરીક્ષા કરીને અપાય લેવાય છે માટે પરિછે. એ રીતે ચાર પ્રકારના ધનમાં જે જે ધનને એટલે જેટલે નિયમ કર્યો હોય તેથી અધિક લભ્ય ધનાદિ (નિયમની મુદત વીત્યા બાદ સહેજે મળી શકે એવી વસ્તુઓ) અથવા અલભ્ય ધનાદિ (નિયમની મુદત વીત્યા બાદ જે વસ્તુ મળવી દુર્લભ હોય તેવી વસ્તુઓ) મળવાને પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે વ્રત ભંગના ભયથી કહે કે આ વસ્તુઓ હું માસા આદિ મુદત બાદ લઈશ, અથવા ઘરમાંનું ધન ધાન્યાદિ વેચાઈ ગયા બાદ લઈશ. (જેથી ઘરમાં નિયમ ઉપરાન્ત ન વધે, એમ કહીને તે વસ્તુઓ અલગ કથળા વિગેરેમાં બાંધીને તેને ઘેર જ