________________
૧૨૮
શ્રાવકધર્મવિધાન
પ્રતિજ્ઞા કરી છે કે આ ગ્રંથમાં જ સંગર્ય ઈત્યાદિ પદોથી શ્રાવકધર્મ જે રીતે સંગત (ઘટતો) હશે તે રીતે કહીશ. માટે આ ગાથાને વા અતિચારના નામને ભાવાર્થ એ જ છે કે જે પ્રતિજ્ઞાને ફલિત કરનાર છે. માટે સંગત ભાવાથને અર્થે અતિચારનાં નામ જૂદાં કહ્યાં છે. તેમજ આ સાજન બંધન પ્રદાન આદિ અતિચાર ભાવના દર્શાવવાથી એ સિવાય સહસાભ્યાખ્યાન આદિ અતિચારો કે જેની સંગત શ્રાવકધર્મ વિષયિક ભાવના નથી કહી તેની પણ એજ ભાવના વિચારવી. (અર્થાત સહસાકાર આદિથી અતિચારોની ઉત્પતિ કહી છે તે પણ “શ્રાવકધર્મ સંગત રીતે કહીશ” એ પ્રતિજ્ઞા સાચવવા માટે છે,) તેમાં (વૃત્તિકર્તા કહે છે કે-) મારા યથા બેધને અનુસારે કેટલાક અતિચારની સ્પષ્ટ ભાવના દર્શાવી છે, ને કેટલાક અતિચારોની સ્પષ્ટ ભાવના હજી આગળ દર્શાવાશે.
પ્રશ્નપરિગ્રહ નવ પ્રકારને હેવાથી તેના અતિચાર પણ નવ લેવા જોઈએ, તેને બદલે પાંચ પરિગ્રહના પાંચ અતિચાર કેમ કહ્યા ?
ઉત્તર–કેટલાક પરિગ્રહ પરસ્પર અન્તર્ગત કરીને નવ પરિગ્રહને પાંચ પરિગ્રહમાં સમાવેશ કરી પાંચ અતિચાર કહ્યા છે. અને તેમ કરવાનું પણ કારણ કે પહેલા બીજા વિગેરે વ્રતના પાંચ પાંચ અતિચાર કહ્યા તે આ પાંચમા વ્રતના પણ પાંચ અતિચાર સરખી સંખ્યામાં કહેવાય તે શિષ્યને મધ્યમગતિ મધ્યમ સંખ્યા સુગમ પડશે એમ