________________
પરિગ્રહવિ
૧૧૯ કે ઈચ્છા પ્રમાણથી, અથવા પરિગ્રહ પ્રમાણથી ત્યાગ થયેલી વસ્તુઓને અશુભ વ્યાપાર-પાપ વ્યાપાર બંધ થયે તેથી તે વસ્તુઓના પાપારંભની નિવૃત્તિ રૂપ લાભ તે થયો જ, પરંતુ જેટલી વસ્તુઓ છૂટી રાખી છે તે વસ્તુઓ કંઈક શુભ વ્યાપાર વડે પણ પ્રાપ્ત થઈ શકે તેવી હોય છે, માટે શુભ વ્યાપારથી તે વસ્તુઓ મેળવતાં પણ અશુભ આરંભની નિવૃત્તિ થાય છે, એમ બંને રીતે પાપારંભ બંધ થાય છે એ મોટો લાભ છે. જીવહિંસા આદિ મોટા પાપારંભમાં પ્રવર્તવાનું પ્રાયઃ ઘણું ધનાદિ મેળવવા માટે હોય છે, અને ઈચ્છા પ્રમાણ વ્રતથી ઘણું ધનાદિ મેળવવાનું બંધ કર્યું તેથી અ૫ ધનાદિ મેળવવા માટે અલ્પ આરંભ વાળા સુંદર વ્યાપારમાં બહુ પ્રવૃત્તિ થાય છે, તેથી ઘણે પાપારંભ બંધ થાય છે.
૯ પ્રકારને પરિગ્રહ આ પરિગ્રહ પ્રમાણના નિયમમાં જે વસ્તુઓ પરિગ્રહ તરીકે ગણાય છે તે ૯ પ્રકારની છે. ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપુ, સુવર્ણ, કુષ્ય (વાસણ) દ્વિપદ, (દાસ દાસી) ને ચતુષ્પદ (હસ્તિ અધાદિ પશુ વિગેરે) ગાથામાં આદિ પદ છે તે વસ્તુના અનેક પ્રકાર દર્શાવનાર છે. તેથી અનેક પ્રકારનાં ક્ષેત્ર. અનેક પ્રકારનાં ધન ઈત્યાદિનો નિયમ તે પરિગ્રહ પ્રમાણ વ્રત છે.
પુનઃ એ નિયમ ‘ચિતાદવિરહ એટલે ચિત્ત દેશ વંશ આદિકને અવિધી એટલે - અનુકૂળ હેવાથી