________________
સ્વદારસંતોષપરસ્ત્રીવિ.
૧૦૯. ગમન કરવા છતાં પરદાર ગમનને અભાવ હોવાથી વ્રતને અભંગ પણ ગણાય, જેથી ભંગાભંગરૂપ અતિચાર પ્રાપ્ત થાય છે. એ એક અભિપ્રાય.
પુનઃ બીજા આચાર્યો બીજી રીતે કહે છે કે–પરદાર ત્યાગીને પાંચ અતિચાર, અને સ્વદાર સંતેષીને ત્રણ અતિચાર. સ્ત્રીને પરપુરૂષ સંબંધિ પહેલા ત્રણ વા પાંચ અતિચાર હોય છે, તેને વિશેષ વિચાર આગળ કહેવાશે. અન્ય મતે પદારા ત્યાગીને ૫ અતિચાર છે
બીજા કેઈએ વેશ્યાને અલ્પ કાળ માટે ભાડું આપી રાખી હોય તો તેટલા કાળ માટે તેની સ્ત્રી ગણવાથી પરસ્ત્રી ગણાય, જેથી પરસ્ત્રી ત્યાગી તેનું સેવન કરે તે વતને ભંગ એ અપેક્ષાએ ગણાય, પરંતુ તત્વથી વિચારતાં એ પરસ્ત્રી નથી માટે એ અપેક્ષાએ વ્રતનો અભંગ પણ ગણાય, માટે ઇત્વગમન એ પરસ્ત્રીત્યાગીને અતિચાર છે. | ત્તિ સ્ત્રી વર્ષારા ત્વરિતામજાતિવાદ: ૧
તથા કઇએ નહિ ગ્રહણ કરેલી નહિ પરણેલી) અનાથ કુલ સ્ત્રીનું સેવન તે પણ પરસ્ત્રીવર્જકને અતિચારજ છે, કારણકે તે અનાથ સ્ત્રી લોકમાં પરસ્ત્રી તરીકે પ્રસિદ્ધ છે, તેથી તેનું સેવન વ્રતને ભંગ છે, પરંતુ કામીની સમજમાં પતિ વિગેરેના અભાવથી પરસ્ત્રી નથી માટે વ્રતની અપેક્ષા હોવાથી અભંગ છે, માટે ભંગાભંગરૂપ અતિચાર છે. इति परदारवर्जकस्यापरिग्रहीतागमनातिचारः ॥२॥ એ પછીના ત્રણ અતિચાર બનેને હોય છે તે આ