________________
૧૦૮
શ્રાવકધમ વિધાન
ગમન રૂપ હાવાથી વ્રતના ખુલ્લા ભંગ છે, તેથી એમાં ભંગા ભંગ રૂપ અતિચાર નથી. જયાં ખુલ્લા ભંગ જેવા પ્રસંગ હોય ત્યાં અનાલેાગાદિકથી અતિચાર હાય છે.)
૫ પહેલા બે અતિચાર કાને હોય? તેની વિશેષ ચર્ચા !
એ એ અતિચાર સ્વદાર સતાષીને માટે છે, પરસ્ત્રી ત્યાગીને એ એ પ્રવૃત્તિએ અતિચાર રૂપ નથી, કારણકે અલ્પકાળ ગ્રહણ કરેલી અથવા ન ગ્રહણ કરેલી હાય તાપણુ એ બન્ને વેશ્યા હેાવાથી પરદારા નથી, તેમજ પતિ રહિત કુલ સ્ત્રી (વિધવા કે કુમારી) પણ પરદારા નથી, જેથી પરદ્વારા ત્યાગના નિયમવાળા એ એને અંગીકાર કરે તેા પરદારા નિયમના ભ ંગ થતા નથી, માટે એ બે અતિચાર સ્વદાર સતાષીને છે, એ શ્રીહરિભદ્રસૂરિના અભિપ્રાય કહ્યો.
બીજા આચાર્યો કહે છે કે—ઇત્વરપરિગ્રહીતાગમન નામના પહેલે। અતિચાર સ્વદાર સતાષીને છે, અને અપરિગ્રહીતાગમન અતિચાર પરદાર ત્યાગીને છે. તેમાં પહેલા અતિચાર સ્વદારસ તાષીને છે. તે તા પ્રથમ કહ્યા પ્રમાણે જાણવા. અને બીજો અતિચાર પરદાર ત્યાગીને છે તેનું તાત્પ આ પ્રમાણે—અપરિગ્રહીતા એટલે વેશ્યા, તેને જો બીજા કાઇએ ભાડું આપી રાખેલી હોય તે તેટલા અલ્પ કાળ તેની સ્વસ્રી થવાથી વ્રતધારીને અંગે પરસ્ત્રી ગણાય, જેથી તેને અંગીકાર કરતાં પરસ્ત્રી સેવનથી વ્રતના ભંગ થાય છે, પરન્તુ તત્વથી વેશ્યા હૈાવાથી વેશ્યા એ કાઇની સ્ત્રી ન હોવાથી પરસ્ત્રી ન ગણાય. એ અપેક્ષાએ પરદાર ત્યાગીએ વેશ્યા