________________
૧૦૬
શ્રાવકધર્મવિજ્ઞાન
તથા પિતાના પુત્ર પુત્રીઓ સિવાય બીજાના પુત્ર પુત્રીએના વિવાહ કરવાં એટલે કન્યા મેળવવાની લાલચે પરણાવવા અથવા નેહ સંબંધાદિ કારણે બીજાનાં પુત્ર પુત્રીઓ પરણાવવા (અર્થાત્ કન્યા મેળવવાની ઈચ્છા ન હેય તે પણ સ્નેહ સંબંધથી મિત્રાદિકના અને સગાં સંબંધિનાં સંતાન પરણાવવાં) તે પરવિવાહરણ નામને અતિચાર છે. અહિ ઉત્તમ શ્રાવકે તે પિતાના સંતાનમાં સંખ્યાને અભિગ્રહ કરે એજ ઉત્તમ નીતિ છે. (અર્થાત આટલાં સંતાન થયા બાદ વધુ સંતાન ન થવા માટે પિતાની સ્ત્રીને સંગ વજે એજ ઉત્તમ છે, કે જેથી વધુ સંતાનના વિવાહ કરવાનું પ્રયોજન મૂળથી નાશ પામે, અથવા ઘણાં સંતાનોમાંથી અમુક સંતનેનાજ વિવાહની ચિંતા કરવી, શેષ સંતાનની ચિંતા બીજા કરે એ નિયમ રાખે તે પણ યુક્ત છે.)
તથા કામ એટલે કામના ઉદયવાળા મૈથુનમાં તીવ્ર અભિલાષ અથવા કામ એટલે કામગમાં તીત્રાભિલાષ, ત્યાં શબ્દ અને રૂપ એ ઈન્દ્રિય વિષયે કામ કહેવાય, અને ગધુ રસ તથા સ્પર્શ એ ત્રણ ઈન્દ્રિયવિષયો ભેગ કહેવાય. જેથી એ પાંચે ઈન્દ્રિયના વિષયોમાં તીવ્ર અભિલાષ તે કામતીઠાભિલાષ નામને પાંચ અતિચાર છે. અહિં હંમેશાં સંગસુખ કાયમ રહે તે માટે વાજીકરણ આદિ પ્રયેગે વડે (ઔષધીઓ વડે) કામવાસનાને સતેજ રાખ્યા કરે તે કામતીવાભિલાષ જાણે. એ પાંચ અતિચાર દેષને