________________
સ્વદારા સંતોષપરસ્ત્રીવિ.
૧૦૫
જવાના સ્વભાવવાળી, અર્થાત્ ભાડું આપીને અલ્પકાળ માટે રાખેલી વેશ્યા છે. તેની સાથે ગમન એટલે કામક્રીડા કરવી તે ૧ ઈત્વરિકાગમન. તથા બીજાએ ભાડું આપી રાખેલી કુલસ્ત્રી તે અપરિગ્રહીતા અથવા કેઈ કુલસ્ત્રી એટલે વેશ્યા સિવાયની કેઈ સ્ત્રી અથવા અનાથ વિધવા.
તથા અપરિગ્રહિતા એટલે વેશ્યા જ કે જે પોતે ભાડું આપીને ન રાખી હોય, પરંતુ બીજાએ ભાડું આપીને રાખેલી હોય, તથા કે અનાથ કુલસ્ત્રી (કેઈ વિધવા અથવા કુમારી) તેનું ગમનસેવન તે અપરિગ્રહીતાગમન. એ પ્રમાણે ઈવરિકાનું ને અપરિગ્રહીતાનું ગમન તે એ અતિચાર ઈત્વરિકા-અપરિગ્રહીતાગમન અતિચાર ગણાય.
તથા અંગ–શરીરના અવયવ કે જે મૈથુનની અપેક્ષાએ સ્ત્રીની નિ અને પુરૂષનું લિંગ એ બે અંગ સિવાયનાં સ્તન કાખ સાથળ મુખ ઈત્યાદિ અનંગ કહેવાય. (મૈથુનનું અંગ નહિ એવા શરીરના અવયવો તે અનંગ. અનહિ, અંગ–મૈથુનાંગ તે અનંગ.) જેથી તેવા અનંગ અવયવોમાં વા અવયની કીડા તે અનંગક્રીડા અથવા લેકમાં કામદેવ શરીર રહિત મનાય છે માટે અનંગ એટલે કામ, તે વડે કીડા તે અનંગકીડા, અર્થાત્ અત્યંત કામક્રીડા કર્યા બાદ પિતાનું પુરૂષલિંગ શિથિલ થતાં પુનઃ કામક્રીડા થાય નહિ તે પણ અત્યંત કામાભિલાષના વશથી ચામડા વિગેરેના બનાવેલા પુરૂષલિંગ વડે સ્ત્રીની નિનું સેવન કરવું તે અનંગકોડા નામે ત્રીજે અતિચાર છે.
કીડા થાય નહિ કરેલા પુરૂષ
મતચાર