________________
સ્વદારાસંતપરસ્ત્રાવિક
૧૦૩ અથવા રાખેલી સ્ત્રી અથવા વેશ્યા સરખી અપરિગ્રહીતા દેવીઓ ને તિર્થીઓને સમાવેશ થાય છે, પરંતુ પરણવાના ને રાખવાના વ્યવહારવાળા મનુષ્યમાં વેશ્યાઓ પરસ્ત્રી ગણાતી નથી, તે કારણથી વેશ્યાઓને પણ ત્યાગ દર્શાવવા માટે સ્વસ્ત્રીસંતોષ એ અધિક પ્રતિજ્ઞાની જરૂર છે.
પ્રશ્ન–સ્વસ્ત્રીસંતેષ એ એકજ પ્રતિજ્ઞા હેય તે પરસ્ત્રીત્યાગ સહજે પ્રાપ્ત થવાથી પરદા રાગમન ને સ્વદારા સંતોષ એ બે પ્રતિજ્ઞાની જરૂર નહિ રહે, માટે સ્વદારા સંતોષ એ એકજ પ્રતિજ્ઞાથી આ ચોથું અણુવ્રત થઈ શકે
ઉત્તર–ના, તેમ પણ બને નહિ, તેનું કારણ આગળ અતિચારના પ્રસંગમાં આવશે. છે આદારિક દેહ સંબંધિ ને વૈક્રિયદેહ સંબંધિ છે
એ ચોથું અણુવ્રત દારિક શરીર સંબંધિ અને વૈકિય શરીર સંબંધેિ એમ બે પ્રકારનું છે, તેમાં સ્નાયુ માંસ હાડ ઇત્યાદિ સાત ધાતુઓવાળું શરીર તે ઔદારિક શરીર, એ સિદ્ધાન્ત સંજ્ઞા છે. એ શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે, અને વૈકિય શરીર સર્વદેવ, સર્વ નારક, લબ્ધિવંત મનુષ્ય અને લબ્ધિવંત તિર્યંચ પંચેન્દ્રિયને હાય છે. પરતુ સર્વની અપેક્ષાએ મુખ્યત્વે અહિં દેવ અને નારકને ગણવું, તેથી દારિકમાં મનુષ્ય સ્ત્રીઓ ને તિર્યચીઓ અને વૈકિયમાં દેવીઓ (નારકમાં સ્ત્રીઓ નથી.) એ સર્વને ત્યાગ પરદારાગમન ત્યાગની પ્રતિજ્ઞામાં વેશ્યા