________________
સ્વદારા સંતેષ પરસ્ત્રીવિ.
૧૦૧ તથા રાજ ભંડારનાં ધાન્યાદિકની લે વેચ કરવા માટે ખોટા તેલ માપ રાખે તો રાજદિકને કૂટ તેલ માપને અતિચાર પણ લાગે, તેમજ એ રીતે ભેળસેળ કરતાં અથવા નકલી
ટો માલ વેચતાં ત–તિરૂપ અતિચાર પણ લાગે. ૧૪ - ઈતિ તૃતીયાણું તે ૫ અતિચારાઃ | ચોથું સ્વદારા સંતેષ-પરસ્ત્રીગમન વિરમણ વ્રત
અવતરણુ-પાંચ અતિચાર સહિત ત્રીજું આણુવ્રત કહીને હવે ચોથું સ્વદારા સંતેષ પર સ્ત્રી ગમન વિરમણ વ્રત કહે છે–
परदारस्स य विरई, उरालवेउविभेयओ दुविहं। एयमिह मुणेयव्वं, सदारसंतोस मो एत्थ ॥१५॥
ગાથાર્થ–પરસ્ત્રીની વિરતિ તે ચોથું અણુવ્રત છે, અને તે અહિં ઔદ્યારિક તથા વૈકિયના ભેદથી બે પ્રકારનું છે, તેમજ આ વ્રતમાં સ્વદારા સંતેષ પણ ગ્રહણ કરે (અને આ વ્રતમાં આગળ કહેવાતા અતિચારે વર્જવા). છે ૧૫ |
ભાવાર્થ –પરની એટલે પરાયા પુરૂષની દારા સ્ત્રી તે પરસ્ત્રી. તેની વિરતિ તે અહિં ચોથું વ્રત છે-એ સંબંધ.
પ્રશ્ન-પરદાર કોને ગણવી ? પરની દારા તે પરદારા તેમાં પર–પરાયા કેણ?
ઉત્તર–વત અંગીકાર કરનાર પુરૂષ સિવાયના સર્વે પુરૂષ તે મનુષ્ય જાતિની અપેક્ષાએ પર પુરૂષ જાણવા.
परदारेभ्यश्च विरतिरुरालविकुळभेदतो द्विविधम् । : एतदिह ज्ञातव्य स्वदारसंतोषो मोऽत्र ॥१५॥