________________
૧૦૦
શ્રાવકધર્મવિધાન નથી માટે બેટા તેલ માપન વ્યવહાર એ ભંગાભંગ હેવાથી અતિચાર છે.
તથા તત્પતિરૂપ વ્યવહાર પણ ઘરાકને છેતરવારૂપ હેવાથી તાત્વિક રીતે વ્રતને ભંગ છે, પરંતુ વણિક કળાના આશયથી વ્રતને અભંગ પણ છે માટે અતિચાર છે.
અથવા તેનાહત આદિ પાંચે પ્રવૃત્તિઓ સ્પષ્ટ ચેરી રૂપ છે એમ ગણીએ તે પણ સહસાકાર વિગેરેથી અથવા અતિકમ આદિ વડે એ પાંચે અતિચાર છે.
પ્રશ્ન એ પાંચે અતિચાર વ્યાપારને અંગે કહેવાથી જે વ્રતધારી વ્યાપારી હોય તે એ પાંચ અતિચાર તે વ્યાપારીને સંભવિત છે. પરંતુ વ્રતધારી જે રાજા અથવા પ્રધાન આદિ રાજ સેવકે હોય તે તેઓને એ અતિચારે હોય કે નહિં?
ઉત્તર–રાજાને અને રાજસેવકેને એ પાંચ અતિચારો ન હોય એમ નહિં. પચે અતિચાર હોય. તેમાં રાજા અને રાજ સેવક તેિજ ચોરીને માલ લેતા હોય અથવા વેચી આપતા હોય તે પહેલા તેનાહત અતિચાર, ચોર લેકને સહાય આપવાથી બીજે તસ્કર પ્રગ અતિચાર, એ બે અતિચાર તે સ્પષ્ટ છે. અને વિરૂદ્ધ રાજ્યાતિકમ અતિચાર તે ત્યારે હોય કે જ્યારે સામેતાદિ રાજાઓને બીજા રાજ સેવકે પોતાના રાજાની આજીવિકાથી જીવે અને સહાય બીજા રાજાને કરે (અર્થાત્ કુટી ગયેલા એટલે અંદરખાનેથી શત્રુ સાથે મળી ગએલા રાજસેવકેને એ અતિચાર લાગે).