________________
૭
પ્રાણાતિપાતવિ. દયા પરંતુ સર્વીશે નહિ કે જે આગળ કહેવામાં આવશે. માટે શ્રાવકનાં વ્રત સ્થૂલ જીવ વિષયક હોવાથી સ્થૂલ છે.' શ્રાવકને એકેન્દ્રિયની અહિંસાને અભાવે છે. છે ૧ સ્થૂલ પ્રાણુતિપાત વિરમણ વ્રત છે
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ અણુવ્રત કહ્યાં તેમાં પહેલું અણુવ્રત સવિસ્તરપણે કહેવાય છે (શ્રાવકથી જે રીતે સ્વીકારાય તે રીતે કહે છે.)
थूलगपाणवहस्सा विरई, दुविहो य सो वहो होई । संकप्पारंभेहि, वजइ संकप्पओ विहिणा ॥८॥
ગાથાર્થ-સ્થૂલ પ્રાણવધની વિરતિ તે પહેલું અણુવ્રત છે. તે પ્રાણવધ પુનઃ બે પ્રકારનું છે. સંકલ્પથી અને આરંભથી. તેમાં સંકલ્પ પ્રાણવધ વિધિ પૂર્વક વજે. ( અર્થાત્ સ્કૂલહિંસાને પણ સંકલ્પથી ત્યાગ થઈ શકે. પટના
| ભાવાર્થ–પૂર્વે કહ્યા પ્રમાણે શ્રાવક સ્કૂલ જીવહિંસાને એટલે દ્વીન્દ્રિયાદિ ત્રસ જીવેની હિંસાને ત્યાગ કરી શકે છે, પરન્તુ સ્થાવર જીવોની હિંસાને ત્યાગ કરી શકતા નથી, જીને લૌકિક દર્શનીઓ પણ જીવ તરીકે જાણી શકે છે માટે બાદર, અને એકેન્દ્રિયે બાદર છે તે પણ લૌકિક દર્શનીઓ જીવ તરીકે જાણી શકતા નથી માટે. સૂક્ષ્મ એકેન્દ્રિય તે સૂક્ષ્મ છે જ, પરંતુ બાદર એકેન્દ્રિયને પણ એ અપેક્ષાએ સૂક્ષ્મ જાણવા. स्थूलकप्राणवधाद् विरतिद्विविधश्च स बधो भवति । सङ्कल्पाऽऽरम्भाभ्यां वर्जयति सङ्कल्पतो विधिना ॥८॥