________________
કર
શ્રાવકધર્મ વિધાન
થતું નથી. એ બાબતના ઉદાહરણ તરીકે જેમાં પાછા ભાગ પ્રગટ-ઉઘાડો થઈ જાય છે એવું મેરનું નૃત્ય-નાચ દેખે. (મેર કેઈ ગુરૂની પાસે નૃત્યકળા શીખ્યો નથી ને નૃત્ય કરવા જાય છે ત્યારે પરિણામે ગુદા ભાગ ઉઘાડો થઈ જાય છે. તેમ ગુરૂ વિનાનું જ્ઞાન પિતાના આત્માને રક્ષણ કરનારૂં થતું નથી.)
માટે ગુરૂ પાસે શાસ્ત્ર શ્રવણું કરવાથી સંવિ=મેક્ષ સુખની ઈચ્છાવાળો થયેલો અથવા સંસારથી ભય પામેલે જીવ આણુવ્રત અંગીકાર કરે. મેક્ષની ઈચ્છા રહિત વા સંસારથી નિર્ભય જીવને જે કે વ્રતની પ્રાપ્તિ હોય, પરંતુ તે મોક્ષને આપનારી ન થાય.
પ્રશ્ન-શ્રાવક અણુવ્રત અંગીકાર કરે તે અલ્પ કાળ પૂરતાં કે જીવન પર્યન્ત?
ઉત્તર–રાં એટલે ઈત્વરે કાળ એટલે અલ્પકાળ સુધી પણ અંગીકાર કરે, ને જુથ એટલે ઈતરકાળ સુધી એટલે યાજજીવ (જીવન પર્યન્ત) પણ અંગીકાર કરે, અર્થાત્ કઈ ચાર માસ માટે, કેઈ વર્ષ માટે, યાવત્ કઈ જીવતાં સુધીને માટે પણ અંગીકાર કરે, મહાવ્રતની માફક જીવન પર્યન્ત જ નહિ. તે પ્રમાણે આ પહેલું અણુવ્રત પણ અલ્પ કાળ ને જીવન પર્યન્ત સ્વીકારે છે ઈતિ પ્રાણાતિપાતવર્જનવિધિ
એ પ્રમાણે પહેલું અણુવ્રત અંગીકાર કરીને એ વ્રતના અતિચાર વજે.