________________
શ્રાવકધર્મવિધાન કલંક આપવું તે ૧ સહસાભ્યાખ્યાન અતિચાર. તથા રહસાએકાન્તના કારણથી અભ્યાખ્યાન-કંઈ છેટું કહેવું તે. જેમકે કઈ બે ત્રણ જણ એકાન્તમાં કંઈ સલાહ વિચાર કરતા હોય, તે તેઓને માટે આ લોકે રાજવિરૂદ્ધ વિચારે છે ઇત્યાદિ કહેવું તે રહસાવ્યાખ્યાન નામને બીજે અતિચાર છે. તથા પિતાની સ્ત્રીએ વિશ્વાસ પામીને કંઈ છાની વાત કરી હોય ને તે બીજાને કહેવી, અથવા સ્ત્રીના ઉપલક્ષણથી) મિત્રાદિ કોઈએ પણ વિશ્વાસથી છાની વાત કહી હોય તે બીજાને કહેવી તે ૩ સ્વદારમ–ભેદ નામને ત્રીજો અતિચાર છે. તથા ત્યારે આ વાત આ પ્રમાણે આ પ્રમાણે કહેવી એ પ્રમાણે બીજાને ખોટું શિખવવું, (જેમ વકીલો અસીલને કોરટમાં ખોટું બોલવાનું શિક્ષણ આપે છે) તે મૃષા ઉપદેશ નામને ચેાથે અતિચાર છે. તથા લેખ દસ્તાવેજ વિગેરેમાં એવી શબ્દ પંક્તિ ગોઠવવી કે જેથી લખવા યોગ્ય અર્થથી ઉલટ અર્થ નીકળે. (અર્થાત જે બાબત જેને લખી આપવી છે તે બાબત તેને પ્રથમથી સમજાવી હોય અને સમ્મત હોય, પરંતુ અક્ષર પંક્તિ એવી રીતે લખે કે લખી આપનારને પિતાને ઈષ્ટ અર્થ ઉપજે ને હામા ધણીને નુકશાન હય, કે જેથી તકરાર ઉપસ્થિત થાય ત્યારે લેખ વાંચતાં લખનારના લાભને અર્થ મળે) એ પ્રમાણે પ્રપંચથી ખોટા લેખ કરવા તે કૂટલેખ નામને પાંચમે અતિચાર છે. અહિં જૂના દસ્તાવેજ વિગેરે દબાવી રાખી તદન ખેટા દસ્તાવેજ ઉભા કરવા તે પણ કૂટલેખ અતિચાર છે, અથવા બેટા દસ્તાવેજની તેનાજ અક્ષર સરખી નકલ ઉભી કરવી, અથવા અમુકના અક્ષર મરેડ જાણી