________________
મૃષાવાદવિ
૮૭ જૂદો પાડે છે. તથા ક્રોધ ઈર્ષ્યા આદિકના આવેશથી જે વાત બીજાએ અમુક રીતે સ્વીકારેલી છે તે પણ તે બેટી કરાવે છે. (મેં આ વાત કરી નથી વા કહી નથી એમ બોલે.) તેમાં પિતે સાક્ષી પૂરે કે હું એનો સાક્ષી છું, એથી બીજાએ કરેલા અસત્યવાદના પાપને પોષણ મળે છે. માટે એ વિશેષતાના કારણે કૂટસાક્ષી નામને પાંચમ મૃષાવાદ જૂદે પાડયો છે. એ રીતે પાંચ પ્રકારને મૃષાવાદ કહ્યો. ૧૧ છે
અવતરણ–પૂર્વ ગાથામાં બીજા અણુવ્રતના પાંચ પ્રકાર કહીને હવે આ ગાથામાં એના ૫ અતિચાર દર્શાવે છે તે આ પ્રમાણે
इह सहसभक्खाणं, रहसा य सदारमंतभेयं च । मोसोवएसयं कूडलेहकरणं च वज्जेइ પરા
ગાથાર્થ –આ બીજા અણુવ્રતમાં સહસાભ્યાખ્યાન (કલંક દેવું). રહસાભ્યાખ્યાન (ગુહ્ય વાત પ્રગટ કરવી,) સ્વદારા મ–ભેદ, (સ્ત્રીની ગુપ્ત વાત પ્રકાશવી), મૃષા ઉપદેશ, ને કૂટ લેખકરણ (બેટા લેખ દસ્તાવેજ કરવા.) એ પાંચ અતિચાર વજેવા. ૧૨ છે
ભાવાર્થ–સહસા–વિચાર્યા વિના અભ્યાખ્યાન-અછતા દેષનું આરોપણ કરવું, એટલે જેનામાં જે દેષ નથી તે દેષ કહે, જેમકે તું ચેર છે. તું વ્યભિચારી છે, ઈત્યાદિ इह सहसाभ्याख्यानं रहसि च स्वदारमन्त्रभेदं च । मृषोपदेशकं कूटलेखकरणं च वर्जयति ॥१२॥