________________
અદત્તાદાનાવિ.
ગાથાર્થ–સ્થૂલ અદત્તાદાનની વિરતિ એ ત્રીજું અણુવ્રત છે. એમાં અદત્ત બે પ્રકારનું આ પ્રમાણે કહ્યું છે–૧ સચિત્ત અદત્ત,૨ અચિત્ત અદત્ત. ત્યાં લુણ વિગેરે સચિત્ત પદાર્થોની ચોરી તે સચિત્તાદત્ત,ને હિરણ્યાદિ વસ્તુ સંબંધિ ચેરી તે અચિત્ત અદત્ત. ( અદત્ત એટલે નહિ આપેલું લેવું તે.) ૧૩
ભાવાર્થ–સ્થૂલ એટલે બાદર મોટું, અદત્ત એટલે નહિ આપેલી વસ્તુ છાની લેવી તે અદત્તાદાન, ને તે પણ સૂમ વસ્તુના વિષયવાળું નહિ, પરંતુ બાદર વસ્તુ વિષયક કે જેનાથી ચેરીને આ૫ આવે, લેકમાં ચાર ગણાય, ને રાજ્યદંડ પણ થાય, એવી મોટી ચેરીને વિરમણ–ત્યાગ તે સ્થૂલ અદત્તાદાનવિરમણ નામનું ત્રીજું અણુવ્રત છે.
અહિં અદત્ત બે પ્રકારનું છે. સ્કૂલ વસ્તુ સંબંધિ ને સૂક્ષમા વસ્તુ સંબંધિ. તેમાં સૂક્ષમ વસ્તુ સંબંધિ અદત્તને ત્યાગ ગૃહસ્થથી બની શકે એમ નથી, તે સર્વત્યાગી સાધુથી જ બની શકે એમ છે. માટે ગૃહસ્થને કેવળ સ્થૂલ વસ્તુને અદત્ત ત્યાગ બની શકે છે, તે કરવા એગ્ય છે.
૧ રસ્તામાંથી પડેલું તૃણખલું ઉપાડવું તે સૂક્ષમ ચેરી
છે, નદી વિગેરેમાંથી પાણી લેવું ને પીવું એ પણ સૂક્ષ્મ ચેરી છે, માર્ગમાંથી ધૂળની ચપટી લેવી તે પણ સૂક્ષ્મ ચેરી છે, કેઈએ ફેંકી દીધેલી તદન નિરૂપયેગી વસ્તુ લેવી તે પણ ચેરી છે. ઈત્યાદિ સૂક્ષ્મ ચેરીએથી લેકમાં ચર કહેવાતું નથી, તેમ એથી રાજદંડ પણ થતું નથી