________________
મૃષાવાદવિ
ગાથાર્થ–સ્થૂલ મૃષાવાદની વિરતિ–વત તે સંક્ષેપથી પાંચ પ્રકારનું છે (પાંચ અતિચારવાળું છે) ૧ કન્યા સંબંધિ જૂઠ, ૨ પશુ સંબંધિ જૂઠ, ૩ ભૂમિ સંબધી જૂઠ, ૪ થાપણ એળવવી, ૫ બેટી સાક્ષી પૂરવી, એ પાંચ પ્રકારનાં જઠ એ પાંચ અતિચાર છે. ૧૧૫
ભાવાર્થ –સ્થૂલ એટલે મેટી વસ્તુ સંબંધિ મૃષાવાદ : એટલે જૂઠ બેલવું તે સ્થૂલ મૃષાવાદ અને તેનું વિરમણત્યાગ તે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. સૂક્ષમ વસ્તુઓ સંબંધિ જૂઠને ત્યાગ મહાવ્રતમાં ગણાય છે, તેની અપેક્ષાએ આ બાદર વ્રત છે. છે સ્થલ મૃષાવાદ વિરમણવ્રતના ૫ પ્રકાર છે
૧ કન્યા સંબંધ મૃષાવાદ, ત્યાં કન્યા એટલે કુમારી, ૨ પશુ સંબંધિ મૃષાવાદ, ૩ ભૂમિ સંબંધિ મૃષાવાદ, ૪ ન્યાસાપહાર એટલે થાપણ એળવવી, અને ૫ બેટી સાક્ષી પૂરવી. ત્યાં કન્યાને વિવાહ કરવા માટે હલકી ન્યાતની હોય તેને ઉંચી ન્યાતની કહેવી, (શદ્રની કન્યાને ક્ષત્રિયની છોકરી કહેવી ઈત્યાદિ,) અને કેઈ કન્યાનો વિવાહ
૧. એ પાંચ મેટાં જૂઠને ત્યાગ શ્રાવથી બની શકવા યોગ્ય છે, નહિતર ત્યાગવા ગ્ય જૂઠ તે અનેક પ્રકારનાં છે, પરંતુ જેનાથી લોકનિંદા વિશ્વાસઘાત ને શજદંડ થાય એવાં દરેક જૂઠ શ્રાવકે ત્યાગ કરવા ચગ્ય છે. ન્હાનાં જૂઠ બોલવાને પ્રસંગ પગલે પગલે ઉપસ્થિત થવાથી એ સર્વને બચાવ થ અશક્ય છે, પરંતુ તેમાં પણ નિધ્વસવૃત્તિ તે ન જ જોઈએ.