________________
-
: કા
પ્રાણાતિપાતવિ પાતનું જ કર્યું છે, વધ બંધાદિકનું નહિ, પરંતુ અહિં કહેવાનું માત્ર એટલું જ છે કે પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કર્યું ત્યારે તત્ત્વથી વધ બંધાદિકનું પણ અન્તર્ગત પ્રત્યાખ્યાન થઈ ગયેલું જ જાણવું, કારણ કે વધ બંધ આદિક તે પ્રાણાતિપાતના ઉપાય છે. વળી અમે એ વધ બંધાદિકને વ્રતભંગ નથી કહ્યો, પરંતુ અતિચાર કહેલ છે. કેવી રીતે તે કહીએ છીએ –વૃત બે પ્રકારે છે. અન્તવૃત્તિઓ અને ૨ બાહ્યાવૃત્તિએ. ત્યાં હું આ અપરાધી વિગેરેને મારું (હણું) એવી બુદ્ધિના અભાવે જે ક્રોધાદિકના આવેશમાં પ્રાણ ચાલ્યા જવાની પણ દરકાર વિના બન્ધ આદિકમાં પ્રવર્તે પરંતુ પ્રાણઘાત થયું નથી તે પણ નિર્દયપણા વડે વતની અપેક્ષા રાખ્યા વિના પ્રવૃત્તિ કરી છે માટે અન્તવૃત્તિએ વ્રતને ભંગ થયો ગણાય, પરંતુ પ્રાણઘાત ન થવાથી બાહ્યવૃત્તિએ વ્રતનું પાલન થયું છે, એ પ્રમાણે વ્રતને દેશથી ભંગ અને દેરાથી અભંગ પાલન થવાથી અતિચાર કહેવાય છે. કહ્યું છે કેन मारयामीति कृतव्रतस्य, विनैव मृत्युं क इहातिचारः। निगद्यते यः कुपितो वधादीन्, करोत्यसौस्यानियमानपेक्षः।। मृत्योरभावानियमोऽस्ति तस्य, कोपायाहीनतया तु भनः । देशस्य भंगादनुपालनाच, पूज्या अतीचारमुदाहरन्ति ॥२॥
અર્થ –જેણે “મારું નહિ એવું વ્રત લીધું છે તેને તે જીવ મર્યા વિના અહિં અતિચાર કેમ લાગે ? તે કહીએ છીએ કે-જે વ્રતધારી આ જીવ મરી જશે એવી અપેક્ષા