________________
મૃષાવાદવિ
૮૯ લઈને તેવાજ સરખા અક્ષરોના નવા દસ્તાવેજ ઉભા કરવા અથવા સહીઓ કરવી એ સર્વ કૂટ લેખ અતિચાર છે. એ પ્રકારના પાંચે અતિચારે બીજા અણુવ્રતધારીએ વર્જવા.
પ્રશ્ન–પહેલે અતિચાર જેમ અછતાદેષારોપણને છે તેમ બીજે અતિચાર પણ અછતા દોષારોપણને તુલ્ય છે તે પહેલો ને બીજો અતિચાર જૂદા કઈ રીતે?
ઉત્તર–પહેલે અતિચાર એકાન્તના નિમિત્તવાળે નથી, તેમજ વિતર્ક રહિત છે (એટલે વિચાર કર્યા વિના એકદમ બેલવા રૂપ છે), અને બીજો અતિચાર એકાન્તના નિમિત્તવાળ ને તે પણ વિચારીને કહેવા રૂપ છે એ રીતે પહેલા બે અતિચારમાં તફાવત છે.
પ્રશ્ન આ વ્રતમાં અસત્ય બલવાને ત્યાગ છે. અને અભ્યાખ્યાન તે અછતા દોષનું આપણું હોવાથી અસત્ય બોલવા રૂપ છે, તે સહસા અથવા રહસા, પણ અસત્ય કથન તે છે જ, માટે સહસાભ્યાખ્યાન ને રહસાભ્યાખ્યાન એ બેને અતિચાર કેમ કહેવાય ? એ બેથી તે સત્યવ્રતને ભંગ જ ગણાય.
ઉત્તર–એ વાત સત્ય છે, પરંતુ અન્યને ઉપઘાતક એવું એ સહસા વચન અજાપદિ કારણથી બોલી જાય તે સંકિલષ્ટ પરિણામના અભાવે [હામાનું બુરું કરવાના પરિણામના અભાવે વતની અપેક્ષા રહી છે, તેથી વ્રતને ભંગ નથી, પરંતુ એ વચન પરને ઉપઘાતક હેવાથી વ્રતને