________________
પ્રાણાતિપાતવિક
૭૫ સમ હોવાથી કોઈ વસ્તુથી દબાતાં સર્વથા નાશ પામે તેમ દેશવ્રત પણ દેશભંગ થતાં સર્વથા નષ્ટ થાય છે. અને મહાવતેમાં તે અતિચાર સંભવે છે, કારણ કે મોટી વસ્તુના દેશભાગ હોવાથી તે દૂષિત વા ખંડિત થઈ શકે છે, જેમ હસ્તિના શરીરે ગડગુમડ થવાને સંભવ છે.
ઉત્તર–દેશવિરતિમાં અતિચાર ન હોય એ વાત અસંગત છે. ઉપાસક દશાંગ આદિ સિદ્ધાન્તમાં દરેક દેશવ્રતના પાંચ પાંચ અતિચાર કહ્યા છે. જે કહો કે તે અતિચારે એકાન્ત વ્રતના ભંગરૂપ છે, (ત્રતના સર્વથા નાશ રૂપ છે) તે એમ કહેવું અયુક્ત છે. કારણ કે અતિચાર તે વ્રતનો ભંગજ છે એમ નહિ. પરંતુ વ્રતના ભંગને એક ભેદ છે. (અર્થાત્ અમુક પ્રકારે ભંગ થશે તે અતિચાર ને અમુક પ્રકારે ભંગ થ તે અનાચાર, એ રીતે અતિચાર તે વ્રતના ભંગને એક પ્રકાર વિશેષ છે.) માટે દેશવ્રતમાં અતિચાર સંભવિત છે.
વળી અતિચાર સંજવલન કષાયના ઉદયથીજ હોય એમ શાસ્ત્રમાં કહ્યું છે તે વાત સત્ય છે, પરંતુ એ વાત સર્વવિરતિના અતિચારની અપેક્ષાએ કહી છે, પરંતુ દેશવિરતિના અને સમ્યક્ત્વના અતિચારની અપેક્ષાએ એ વાત નથી, કારણ કે “વિ જ મારા” ઇત્યાદિ ગાથાની વૃત્તિમાં સ્પષ્ટ કર્યું છે કે–વેનાનાવો સવિતાતિજ્ઞા અવનિ પોતુ કૂ દાવ તામ્ (એટલે સર્વવિરતિમાં સંજવલન કષાના ઉદયથીજ અતિચાર ઉપજે