________________
gely
here local fire
શ્રાવકધર્મવિધાન કારણ કે ગૃહસ્પજીવન નિભાવ જ સ્થાવર જીવોની હિંસા પર અવલંબે છે. ખેતી કરવામાં પૃથ્વીની હિંસા. જળ પીવા ઢળવામાં પાણીની હિંસા. ચૂલા સળગાવવા, ભઠ્ઠીઓ કરવી વિગેરેમાં અગ્નિની હિંસા. ધમણે ચલાવવા, પંખા નાખવા ઈત્યાદિમાં વાયુની હિંસા, અને મકાન બાંધવા વિગેરેમાં વનસ્પતિની હિંસા નિત્યને માટે છે. જે સ્થાવર હિંસાને ત્યાગ કરે તે ગૃહસ્થ જીવન જ અટકી પડે.
એ કારણથી ગૃહસ્થોને માટે સ્થાવરની અહિંસા અશકય છે. - બનતા પ્રયત્ન અલ્પ કરે પણ સર્વથા ત્યાગ કરી શકે નહિ,
અને કીન્દ્રિયાદિ સ્કૂલ જીવની-મેટા છવાની હિંસા પણ જે કે સર્વથા ત્યાગ કરી શકે નહિ, પરંતુ અમુક નિયમથી તે સર્વ ત્રસ જીવેની હિંસા અટકાવવી શક્ય છે. તે આ પ્રમાણેકીજિયાદિ ત્રસ જીવેની હિંસા બે રીતે થાય છે, એક તે “આ જીવને હું હણું” એ પ્રકારે વસ જીવને હણવાના જ મુખ્ય ઉદ્દેશથી ત્રસ જીવેની હિંસા થાય છે, અને બીજી રીતે આરંભ સમારંભથી એટલે ખેતર ખેડવું, ઘર બાંધવું, ચૂલા સળગાવવા ઈત્યાદિક ગાહસ્થિક કાર્યોમાં પ્રાસંગિક થાય છે. ખેતી વિગેરે કાર્યોમાં રસ જેની હિંસા સાક્ષાત નથી. એ પ્રમાણે એ બે પ્રકારની ત્રસ હિંસામાંથી પહેલા પ્રકારવાળી ત્રસ હિંસાને ત્યાગ શકય છે. પરંતુ બીજા પ્રકારવાળી ત્રસ હિંસાને ત્યાગ શકય નથી. માટે શક્ય ત્યાગવાળી પહેલી સંકલ્પિત વસ હિંસાને ત્યાગ કરે. કેવી રીતે ત્યાગ કરે? શિક્ષિકા એટલે વિધિપૂર્વક ત્યાગ કરે એટલે ગુરૂની પાસે પ્રત્યાખ્યાન કરીને