________________
૨૮
શ્રાવકધર્મ વિધાન
(અણુવ્રત) અંગીકાર કરવાની ભજના (અનાવશ્ય) કેમ? તેના ઉત્તર તરીકે ગ્રન્થકર્તા કહે છે –
जंसा अहिगयराओ कम्मखओवसमओ ण य तओवि । होइ परिणामभेया, लहुँ ति तम्हा इहं भयणा ॥५॥
ગાથાર્થ –જે કારણથી વ્રત અંગીકાર કરવાને પરિણામ કર્મના અધિક ક્ષપશમથી થાય છે, અને સમ્યકત્વ પ્રાપ્તિ વખતે તે અધિક પરિણામ નથી જ થતો. કારણ કે વ્રત પરિણામ (શીઘ=)સખ્યત્વના પરિણામની પછી થાય છે, તે કારણથી અહિં વ્રતના સંબંધમાં ભજના કહી છે (અર્થાત્ પ્રથમ સમ્યકત્વ પરિણામ. ત્યાર બાદ વ્રતપરિણામ) પા
ભાવાર્થ –અહિં કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્યકૃત્વ પ્રાપ્તિને માટે જીવના જે શુભ પરિણામ જોઈએ તેથી પણ અધિક શુભ પરિણામ થાય તે જ વ્રતપ્રાપ્તિ થાય છે. તે કારણથી સમ્યકત્વપ્રાપ્તિ વખતે વ્રતની પ્રાપ્તિ અવશ્ય કેમ હોય? જે કંઈ જીવને સમ્યકત્વપ્રાપ્તિ વખતે જ વ્રતના અધિક શુભ પરિણામ થઈ જાય તે સભ્યત્વ પ્રાપ્તિ ને વ્રતપ્રાપ્તિ એ બને સમકાળે પણ થાય; તે કારણથી સમ્યકત્વમાં વ્રતપ્રાપ્તિ ભજનાએ કહી છે.
વળી બીજી વાત એ છે કે સમ્યકત્વની પ્રાપ્તિમાં કારણભૂત દર્શનમોહનીયને ક્ષયોપશમાદિ છે અને વ્રતની પ્રાપ્તિમાં કારણભૂત ચારિત્રમોહનીય કર્મને ક્ષપશમ છે,
यत् सा अधिकतरात् कर्मक्षयोपशमतः न च ततोऽपि । भवति परिणामभेदात् लघु इति तस्मादिह भजना ॥