________________
સમ્યકત્વ પરિશિષ્ટ આશ્રીને જે વિશેષ પ્રકારનું જ્ઞાન તેને વિષે જેને રૂચિ' થાય તે અભિગમરૂચિ સમ્યક્ત્વવાન કહેવાય છે.
૭. વિસ્તારરૂચિ—સાત ન વડે સપૂર્ણ દ્વાદશાંગીની વિસ્તારપૂર્વક વિચારણા કરવામાં જેની રૂચિ વૃદ્ધિ પામે છે તે વિસ્તારરૂચિ સમ્યક્ત્વવાળે કહેવાય છે.
૮. કિયારૂચિ—સમ્યક પ્રકારે ચારિત્રના અનુષ્ઠાને એટલે ક્રિયા તેની પ્રવૃત્તિને વિષે જે રૂચિ થવી તેક્રિયા રૂચિ સમ્યક્ત્વ કહેવાય છે. આ સમ્યકત્વ જેને પ્રાપ્ત થાય છે તેને ભાવથી જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર આદિ અનુષ્ઠાનને વિષે રૂચિ ઉત્પન્ન થાય છે.
૯. સંક્ષેપરૂચિ-–જેનામાં વિશેષતાથી જાણવાની શક્તિ ન હોય તેથી જે સંક્ષેપથી જાણવાની રૂચિ કરે તે સંક્ષેપ રૂચિ સમ્યત્વવાળો કહેવાય છે.
૧૦. ધર્મરચિ–ધર્મ એટલે અસ્તિકાયાદિ ધર્મ તથા શ્રતધર્મ અને ચારિત્રધર્મ. તેને વિષે જેને રૂચિ હોય તે ધર્મરૂચિ સમ્યકત્વવાળે કહેવાય છે.
સમ્યકત્વનું સંક્ષિપ્ત સ્વરુપ સમાપ્ત.