________________
સમ્યકત્વ પરિશિષ્ટ પૌલિક સમ્યકત્વ. સાસ્વાદન અને મિશ્ર એ પણ પગલિક છે. તથા નિસર્ગ અને અધિગમ એ બે ભેદ પૂર્વે કહ્યા છે.
ત્રિવિધ સમ્યકત્વ–સાધુનેજ ક્રિયા અનુષ્ઠાનવાળું સમ્યકૃત્વ તે કારક. રૂચિ માત્ર તે રેચક. તે શ્રેણિકાદિકને. અને પિતે મિથ્યાદષ્ટિ હેઈ અન્યને સમ્યકત્વ ઉત્પન્ન કરે તેવી મિથ્યા દષ્ટિની રૂચિ તે દીપકસમ્યકત્વ. [ આ સમ્યકત્વ ઉપદેશાદિથી વૈરાગ્ય ઉપજાવવાની શક્તિવાળા અભવ્યને વા મિથ્યાદષ્ટિને હોય છે]. તથા ઉપશમ ક્ષપશમ ને ક્ષાયિક એ ત્રણ પ્રકારનું સખ્યત્વ છે જેનું સ્વરૂપ પૂર્વે કહેવાયું છે.
ચતુર્વિધ સમ્યકૃત્વ—ઉપશમ, ક્ષાયિક, ઉપશમ ને સાસ્વાદન એ ભેદથી.
પંચવિધ સમ્યત્વ—ઉપશમ, ક્ષાયિક, ક્ષાપશમ, સાસ્વાદન વેદક એ ભેદથી.
વવિધ સમ્યકત્વ—ઉપ૦,૫૦, ક્ષાયિક= સાસ્વા, મિશ્ર, વેદક એ ભેદથી.
દશવિધ સમ્યકત્વ—નિસર્ગચિ ૧, ઉપદેશરુચિ ૨, આજ્ઞારુચિ ૩, સૂત્રરુચિ ૪, બીજરુચિ ૫, અભિગમરુચિ ૬, વિસ્તારચિ ૭, કિયાચિ ૮, સંક્ષેપરુચિ ૯, ધર્મરુચિ ૧૦ એ ભેદથી.
૧ નિસર્ગચિ–જિનેશ્વર ભગવતેએ કહેલા તને વિષે સ્વભાવે કરીને રૂચિ થાય તે નિસરૂચિ. અથવા જિનેશ્વરે બતાવેલા જીવાદિ તત્ત્વનું સ્વરૂપ એમજ છે અન્યથા હેયજ નહિઅર્થાત્ જાતિસ્મરણ- જ્ઞાનની જેમ