________________
સમ્યકત્વ પરિશષ્ટ આદિ જગત પૃથ્વીના આધાર વિના રહી શકે નહિ તેમ ધર્મરૂપ જગત પણ સમ્યકત્વરૂપ પૃથ્વીના આધારવિના રહી શકે નહિ એમ વિચારવું તે આધારભાવના. તથા ભાજન વિના આહાર આદિ વસ્તુઓ વિનાશ પામે છે તેમ સમ્યકત્વરૂપ ભાજન વિના ધર્મ વસ્તુ વિનાશ પામે છે એમ વિચારવું તે ભાજનભાવના. તથા બહુ મેંઘાં મતી રત્ન સુવર્ણ આદિ ઉત્તમ દ્રવ્ય જેમ નિધાન વિના (તે તે વસ્તુની ખાણ વિના) પ્રાપ્ત થાય નહિ તેમ ચારિત્ર ધર્મ રૂ૫ રત્નાદિ ધન પણ સમ્યકત્વ વિના પ્રાપ્ત થાય નહિ એમ વિચારવું તે નિધિભાવના. એ પ્રમાણે બાર વ્રત રૂપ શ્રાવકધર્મનુંદેશચારિત્રધર્મનું સમ્યકત્વ એ મૂળ છે, દ્વાર છે, પ્રતિષ્ઠાન છે, આધાર છે, ભાજન છે ને નિધાન છે.
૬ સ્થાન (૬ આસ્તિકય)–વસ્તુને અસ્તિ ભાવ એટલે વિદ્યમાનપણું–હેવાપણું તે આસ્તિક્ય ૬ પ્રકારનું છે. તે આ પ્રમાણે–૧ આત્મા છે, એમ માનવું તે આત્માસ્તિક, ૨ આત્મા નિત્ય છે એમ માનવું તે નિત્યાતિય, ૩ પુણ્ય પાપ વિગેરેને કર્તા જીવ છે એમ માનવું તે કર્તાસ્તિકય, ૪ પુણ્ય પાપના ફળને જોક્તા પણ આત્મા જ છે એમ માનવું તે તાસ્તિક્ય, પ પુણ્ય પાપને જેમ બન્યા છે તેમ તે બેને મેક્ષ હેવાથી જીવને મોક્ષ પણ છે (જે મિથ્યાત્વાદિ હેતુઓથી કર્મને બન્યું છે તે તેનાથી વિપરીત સમ્યત્વાદિ હેતુઓથી કર્મને ક્ષય પણ છે ) એમ માનવું તે નિર્વાણતિય, તથા સમ્યગ જ્ઞાન દર્શન ચારિત્ર એ મોક્ષના ઉપાય પણ વિદ્યમાન છે એમ માનવું