________________
૩૨
શ્રાવકધર્મ વિધાન
જીવ જ્યારે સમ્યકત્વ પામવાની સન્મુખ થાય છે ત્યારે પ્રથમ તે મોહનીયાદિ કર્મોની જે ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કે. કે. સાગરેપમ આદિ છે તે ઘટાડીને એક કે. કે. સાગરોપમમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી કરે તે અન્તઃકે. કે. સાગરે સ્થિતિ કહેવાય, એટલી સ્થિતિ યથાપ્રવૃત્તાવાર નામના કરણ વડે કરે. (કરણ એટલે આત્મપરિણામ.) ત્યાર બાદ એ વિશુદ્ધ પરિણામમાં વર્તતાં રાગદ્વેષની ગ્રંથિગાંઠ (ઘણું ચીકણુ રાગ દ્વેષ કે જે જીવને આગળ વધવા ન દે ) સમ્યકત્વ ન પામવા દે એવા રાગદ્વેષ ઉદય થવાનું સ્થાન વા પ્રસંગ આવે, ત્યાં જે જીવ તે ઘન રાગ દ્વેષમાં સપડાઈ જાય તે ગ્રંથિસ્થાને જ અટકી રહે, કોઈ જીવ ગ્રંથિથી પાછો વળી જાય (અર્થાત્ એથી પણ વિશેષ રાગદ્વેષથી અશુભ પરિણામવાળો થઈ કર્મની ઘણી સ્થિતિ બાંધે) ને કે મહાભાગ્યશાળી જીવ અત્યંત વીર્થોલ્લાસ રૂપ અપૂર્વકરણવડે (અર્થાત્ યથાપ્રવૃત્તિના અધ્યવસાયથી અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાયવડે) તે ગ્રંથિ ભેદીને ત્રીજું અનિવૃત્તિકરણ નામનું કરણ (કે જે અપૂર્વ કરણથી અનંતગુણ વિશુદ્ધ પરિણામવાળું છે તે) પામીને ત્યાર બાદ સમ્યકત્વ પામે. એ વખતે જે કર્મસ્થિતિ વતે છે તેમાંથી પણ જે બેથી નવ પલ્યોપમ જેટલી સ્થિતિને નાશ થાય તે જીવ સ્કૂલ અહિંસા આદિ પાંચ અણુવ્રતે દિકપરિમાણદિત્રણ ગુણવતે ને સામાયિક આદિ ચાર શિક્ષાત્રતે પામે. ને એમાંથી પણ અતિ દીર્ઘ કમસ્થિતિ નાશ પામે તે સંપૂર્ણ અહિંસા આદિ પાંચ મહાવ્રત પણ પામે. વળી