________________
૫૦
શ્રાવકધમ વિધાન
ત્રણ પુજની રચન
ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તે જ સમયથી (કવચિત્ અનિવૃત્તિના અન્ય સમયે) મિથ્યાત્વનાં પુદ્ગલેા ત્રણ વિભાગમાં વહેંચાય છે. જેમાં મિથ્યાત્વના રસ અપવર્તાઇને અધ માદક સ્વભાવવાળા થાય તેવા મિથ્યાત્વ પુદ્ગલાનુ નામ મિશ્ર સમ્યક્ત્વ વામિશ્રપુંજ, મિથ્યાત્વના માદક ભાવ સવથા અપવર્તાઇને શુદ્ધ પુદ્દગલો થાય તેનુ નામ સમ્યક્ત્વમેાહનીય વા સમ્યકૃત્વ પુંજ વા શુદ્ધ પુંજ છે, અને જે મિથ્યાત્વ પુદ્ગલામાં માદક ભાવ જેવા છે તેવાજ કાયમ રહ્યો હોય તે તે મિથ્યાત્વ પુંજ કહેવાય. અહિં મિથ્યાત્વ પુંજ તેા પ્રથમથી છે જ, અને નવી રચના માત્ર એ પુજનીજ થઈ છે, તેા પણ સખ્યામાં ત્રણ પુંજ થવાથી ત્રણ પુજની રચના” એ બ્યપદેશ રૂઢ છે.
સમ્યક્ત્વની અન્યાન્ય પરાવૃત્તિ વા સંક્રાન્તિ.
ઉપશમ સમ્યક્ત્વથી જીવ ક્ષયાપશમ સભ્ય પામે, સાસ્વાદન સમ્ય॰ પામે,મિશ્ર સમ્યક્ત્વ પામે. અથવા મિથ્યાત્વ પણ પામે ક્ષયે પશમ સમ્યક્ત્વથી જીવ ઉપશમ સમ્યક્ત્વ અથવા ક્ષાયિક સમ્યક્ત્વ પામે, અથવા મિથ્યાત્વ અથવા મિશ્રસમ્ય૦ પામે (વેદકથી ક્ષાચિક જ પામે). ક્ષાયિક સભ્યથી જીવ અન્ય કાઇ પણ સમ્યકત્વ વા મિથ્યાત્વ ન પામે, માટે એ સમ્યક્ત્વ અપ્રતિપાતી છે. મિશ્ર સભ્ય॰ થી જીવ ક્ષયેાપ૦ અથવા મિથ્યાત્વ પામે, સાસ્વાદન સભ્યથી કેવળ મિથ્યાત્વ ભાવ અવશ્ય પામે, અને મિથ્યાત્વથી મિશ્ર સમ્ય॰ અથવા ક્ષયે૫૦ સભ્ય૦ અથવા ઉપશમ સભ્ય॰ પામે.