________________
સમ્યકત્વ પરિશિષ્ટ
૪૯
કરીને ઉપસભ્ય॰ પામે એકમ ગ્રંથના અભિપ્રાય છે, અને ક્ષયાપશમ સભ્ય॰ પામે એ સિદ્ધાન્તના અભિપ્રાય છે.
અભવ્ય જીવ ગ્રંથિ ભેદ નજીક અનન્ત વાર આવે, કાઇ અભવ્ય જીવ શ્રીતીર્થંકર ભગવંતની ઋદ્ધિ જોઈને ધમ થી પણ આવા પ્રકારના સત્કાર, દેવઋદ્ધિ, ચક્રવર્તિ પણ ઇત્યાદિ વૈભવ પ્રાપ્ત થાય છે” એ પ્રમાણે ઉત્પન્ન થયેલી બુદ્ધિવડે ગ્રંથિસ્થાન નજીક આવે છે, ત્યાં વૈભવને અર્થે દીક્ષા અંગીકાર કરી અનેક કટ્ટાનુષ્ઠાનો કરવાથી અજ્ઞાન સ્વરૂપ શ્રુતસામાયિકના (શ્રુતધના) લાભ પામે છે, ૧૧ અંગ ભણી ખારમા અંગમાં સાધિક ૯ પૂર્વ સુધી ભણે છે, અને ઉત્કૃષ્ટ પરિણામે યતિક્રિયાના બળેથી નવમા ત્રૈવેયકે ઉપજે છે, છતાં મેાક્ષાભિલાષશૂન્ય હોવાથી એ પણ મિથ્યા ક્રિયા છે. એ પ્રમાણે અસભ્ય જીવ અનન્તી વાર ગ્રન્થિ નજીક આવે છે અને અનન્ત વાર નવમા ત્રૈવેયકમાં પણ ઉપજે છે, પરન્તુ મેાક્ષાભિલાષના અભાવે ગ્રન્થિલેદ કરી શકતા નથી અને ગ્રન્થિભેદના અભાવે સમ્યક્ત્વ પણ પામી શકતા નથી.
અનાદિ કાળમાં પ્રથમ સમ્યક્ત્વ.
અનાદિ મિથ્યાદિ જીવ કમ ગ્રંથને મતે પ્રથમ ઉપશમ સમ્યકત્વ પામે છે, અને સિદ્ધાન્તના મતે પ્રથમ ક્ષયાપશમ સમ્યક્ત્વ પામે છે. અન્ને સમ્યકૃત્વની પ્રાપ્તિ ત્રણ કરણ પૂર્વ કજ છે, તફાવત એ જ કે ક્ષયેાપ૦ સભ્ય૦ પામે તેા ત્રણ પુંજની રચના ઉપશમ સમ્યક્ત્વમાં થાય.