________________
સમ્યકત્વ પરિશિષ્ટ સમ્યકત્વમાં રસબન્ધ વિગેરે (ઘાતી તથા સ્થાન ભેદ)
સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં વિશુદ્ધિમાં, યથામમાં, અપૂર્વકમાં, અનિવૃતિ કરણમાં ને સમ્યક્ત્વપ્રાપ્તિના પ્રારંભમાં બંધાતી સઘાતી પ્રકૃતિએને રસબંધ સર્વઘાતી બંધાય, અને બંધાતી દેશઘાતી પ્રકૃતિઓને રસબધ પણ સર્વઘાતીજ બંધાય, ઉદયમાં સર્વઘાતી પ્રવૃતિઓને સવઘાતી રસ ઉદયમાં આવે અને દેશઘાતી પ્રકૃતિઓને દેશઘાતી રસ ઉદયમાં આવે છે. (એ રસબંધ ને રદય અનાદિથી જે રીતે છે તે રીતે જ આવે છે, તફાવત એજ કે કંઈક મન્દ પ્રવર્તે.) તથા અઘાતી પ્રવૃતિઓને રસબંધ ને રસદય બને અઘાતી હોય છે. એ ઘાતી આશ્રયી બંધદય સત્તા કહી, હવે સ્થાન આશ્રયી આ પ્રમાણે બંધાતી અશુભ પ્રકૃતિઓને રસબંધ ચતુઃસ્થાનીને બદલે દ્વિસ્થાની બંધાય, સત્તામાં ચતુઃસ્થાનની સત્તા બદલીને ક્રિસ્થાન સત્તા થતી જાય, અને ઉદયમાં યથા સંભવ.
નિસર્ગ સમ્યકત્વ અને અધિગમ સમ્યક્ત્વ.
જેમ માર્ગમાં ભૂલા પડેલા જીવને કવચિત્ સ્વતઃ માર્ગ પ્રાપ્ત થઈ જાય ને કોઈક તે ભેમીયાને પૂછીને માર્ગ મેળવી શકે તેમ સમ્યક્ત્વ પણ કેઈક જીવને સ્વભાવે જ કર્મસ્થિતિ અલ્પ થતાં પ્રાપ્ત થઈ જાય, તે નિસગ સમ્યકુત્વ. અને કેઈક જીવને ગુરૂભક્તિ શાસ્ત્રશ્રવણ દેવદર્શન ઈત્યાદિ નિમિત્તોથી પ્રાપ્ત થાય તે અધિગમ સમ્યક્ત્વ.
સમ્યક્ત્વ ૫ પ્રકારનું (તેને સંક્ષિપ્ત અર્થ) ૧. ઉપશમ સમ્યકત્વ-૪ અનંતાનુબંધી કષાય અને