________________
શ્રાવકધર્મવિધાન મલિન વે ભ્રષ્ટ થાય છે માટે બેને સંગ કરે ને બેને સંગ વર્જ. - ૩ લિંગ–ધર્મશ્રવણની ઉત્કટ ઈચ્છા તે શુભૂલ, ચારિત્રધર્મને રાગ તે ઘરાજ (શ્રુતલમને રાગ શુશ્રષામાં અન્તર્ગત છે માટે અહિં ચારિત્ર ધર્મને રાગ તે ધર્મરાગ કહો છે). ને દેવગુરૂની ભક્તિ વૈયાવૃત્યને શક્તિ અનુસારે નિયમ રાખવે તે સેવકુવૈકૃત્યનિયા. એ પ્રમાણે સમ્યકુત્વનાં ૩ લિંગ-ચિન્હ છે, અર્થાત એ ૩ ચિન્હથી આ જીવ સમ્યગૃષ્ટિ છે એમ ઓળખી શકાય છે.
૧૦ વિનય- અરિહંત-સિદ્ધચૈત્ય-શ્રુત-ધર્મ-સાધુ આચાર્ય–ઉપાધ્યાય-પ્રવચન–અને દર્શન એ ૧૦ પદને વિનય કર. એટલે એ ૧૦ ની ભક્તિ પૂજા, બહુમાનહાર્દિક અનુરાગ, વર્ણસંજવલના પ્રશંસા), અવર્ણવાદને ત્યાગ અને આશાતનાને ત્યાગ કરે એમ પાંચ રીતે દશ પદને વિનય કરે.
૩ શુદ્ધિ-જગતમાં અરિહંત દેવ, અરિહંતનું પ્રવચન અને સાધુ આદિ એ ત્રણજ સાર છે, શેષ સર્વ અસાર છે, એમ ચિંતવવાથી સમ્યકત્વ શુદ્ધ થાય છે.
૫ અતિચાર (દષણ) સર્વજ્ઞ વચનમાં સંશય તે શંકા. અન્ય દેશોમાં અભિલાષ થ તે કાંક્ષા, સદાચારી સાધુઓ વિગેરેની નિન્દા તિરસ્કાર કરે તે વિચિકિત્સા, અન્ય દર્શનની પ્રશંસા કરવી તે અન્ય પ્રશંસા, અને અન્ય દર્શનીને સંસ્તવ પરિચય વા આલાપ સંલાપ ઈત્યાદિ. એ પાંચ પ્રકારની પ્રવૃત્તિઓ સમ્યકત્વને મલિન કરનાર હોવાથી અતિચાર (દૂષણ) રૂપ છે.