________________
Y
સમ્યકત્વ પરિશિષ્ટ
પ્રશ્ન-સમ્યકત્વને મૂળ હેતુ અને ઉત્તર હેતુ કે?
ઉત્તર તથાવિધ ભવ્યત્વ કે જે અનાદિ પરિણામ જીવસ્વભાવ છે તે મૂળ હેતુ છે, અને અહતિમાનાં દર્શન પૂજા ગુરૂદર્શનાદિ અને શાશ્રવણ ઈત્યાદિ ઉત્તર હેતુઓ સહકારી કારણ વા અપેક્ષા કારણ રૂપ છે. અભવ્યમાં અને ઘણા ભામાં તથાવિધ ભવ્યત્વ રૂપ જીવસ્વભાવ ન હોવાથી તેઓને સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી.
પ્રશ્ન–છ દ્રવ્યમાં સમ્યક્ત્વ કયું દ્રવ્ય?
ઉત્તર--છ દ્રવ્યમાં સમ્યકત્વ કઈ પણ દ્રવ્ય નથી, કારણ કે એ ગુણ છે દ્રવ્ય નથી, પરંતુ ગુણ ગુણીની અભેદ વિવક્ષા વિચારીએ તે સમ્યકત્વ એ જીવ દ્રવ્ય છે (ભેદ વિવક્ષાએ જીવ દ્રવ્યને ગુણ છે).
પ્રશ્ન-સંસારમાં ભ્રમણ કરતા જીવને કયા કમથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય?
ઉત્તર –-જીવને જ્યારે છેલ્લે ૧ પુદ્ગલપરાવર્ત બાધ રહે ત્યારે તેમાં કઈ પણ વખતે મોક્ષને અભિલાષ અને માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય. એ પહેલાં જીવને મોક્ષાભિલાષા હેય નહિ. તેમજ માર્ગોનુસારિતા પણ ન હોય. દ્રવ્યથી દેવપૂજા ગુરૂપૂજા આદિક હેય તે કેવળ સંસારસુખને અર્થે હાય. દ્રવ્યચારિત્રની પણ અનેક વાર પ્રાપ્તિ હોય તે પણ કેવળ સંસારસુખને અર્થે જ. (જેમ અભવ્ય જીવને દેવગુરૂ પૂજા અને ચારિત્રની પ્રાપ્તિ સંસારસુખ અને માન મહત્તાદિ માટે હોય છે તેમ) એ તે અનંત પુદગલપરાવર્ત પ્રમાણ