________________
e
શ્રાવકધમ વિધાન
નહિજ, કારણ કે અન્યદર્શનમાં પણ વસ્તુ સ્વરૂપના શેાધક અને સ્વદર્શનના મેહ ન રાખતાં જગતમાં જે સાચુ તે મ્હારૂં એમ માનનારા કાઈક હાઈ શકે છે.
પ્રશ્નઃ—જૈન દર્શનમાં સત્ય તત્ત્વ છે તેનું શું પ્રમાણુ
ઉત્તરઃ—સ્થૂલ બુદ્ધિથી એટલું જ વિચારીએ કે અસત્ય ખાલવાનુ' પ્રચેાજન કંઇક અજ્ઞાનથી અથવા કંઇક સ્વાર્થને માટે, કંઈક હેમાં તણાવાથી, કંઇક માહુથી અને કંઈક સ્વમાન પોષવાને હાય છે. જેથી એવા દુર્ગુણાના સવથા ક્ષય કરીને જે પરમાત્માએ સપૂર્ણ જ્ઞાની થયા છે, નિઃસ્વાથી અન્યા છે, કેઈની હેમાં કે શરમમાં તણાય એવા નથી, નિર્માંહી વીતરાગ છે, અને સર્વથા અભિમાન રહિત હાવાથી જેમને સ્વમાન પાષવાનું રહ્યું નથી, એવા પરમેશ્વરાને અસત્ય ખાલવાનું કર્યું કારણ છે ? અસત્યના ઉપાદાન કારણ વિના અસત્યની ઉત્પત્તિ કઇ રીતે હોય ? માટી રૂપ ઉપાદાન કારણ વિના ઘટની ઉત્પત્તિ હાય નહિ, તેમ અજ્ઞાન ક્રોધ માન લેાલ ભય હાસ્ય ઇત્યાદિ રૂપ અસત્યનાં ઉપાદાન કારણ વિના અસત્યની પશુ ઉત્પત્તિ ન જાય. તેથી વીતરાગ પરમાત્માનું વચન અસત્ય હાય નહિ. અને સર્વજ્ઞ વીતરાગ એજ નિન [રાગદ્વેષ જીતનાર છે, અથવા અરિહંત છે, માટે તે જિનનાં વા અરિહંતનાં વચના સર્વથા સત્ય હાવાથી જૈન દર્શનનાં તત્ત્વા સત્ય હાઇ શકે છે. [માટે જિન વચનાની શ્રદ્ધા તે પણુ સમ્યક્ત્વ કહેવાય. ]