________________
સમ્યકત્વનું સ્વરૂપ
૨૭. ઘેબર ખાવાને જે અભિલાષ હોય તેથી પણ અધિક અભિલાષ હાય. તથા ગુરૂ એટલે ધર્મને ઉપદેશ આપનારા આચાર્ય વિગેરે અને દેવ તે અરિહંત ભગવંત એ બન્નેની વૈયાવૃત્ય (સેવા, ભક્તિ, પૂજા) કરવાને યથાસમાધિ (યથાશક્તિ) નિયમ હેાય. એ પ્રમાણે સમ્યકત્વ સાથે એ શુશ્રુષા ધર્મરાગ અને દેવગુરૂની વૈયાવૃત્યને નિયમ એ ત્રણ તે અવશ્ય હેય અને વ્રત એટલે (સ્થૂલ હિંસાને ત્યાગ, સ્થૂલ અસત્યને ત્યાગ, સ્થૂલ ચરીને ત્યાગ, સ્થૂલ પરસ્ત્રી ત્યાગ ને સ્થૂલ પરિગ્રહ ત્યાગ એ) પાંચ અણુવ્રતે વિગેરે (બાર વત) ને અંગીકાર કરવાની ભજના હેય અર્થાત્ કેઈ સમ્યગદષ્ટિ વ્રત અંગીકાર કરે અને કઈ ન પણ કરે. જો
અવતરણ-સમ્યકત્વમાં શુશ્રુષા આદિ ત્રણ અવશ્ય હોય તે વાસ્તવિક છે, પરંતુ સ્થૂલ અહિંસા આદિ વ્રત
૧. વ્રત અંગીકાર ન કરે એ સમ્યગૂદષ્ટિ જીવ ચેથા ગુણસ્થાનવાળો અવિરતિ શ્રાવક ગણાય, અને શ્રાવકનાં વ્રત અંગીકાર કરે તે તે વ્રતે જે સભ્યત્વાનુગત અધ્યવસાયવાળાં (પરિણામવાળાં) હોય તે અવિરતિ શ્રાવક ગણાય, અને દેશવિરતિ અનુગત અધ્યવસાયવાળાં હેય તે દેશવિરતિ શ્રાવક ગણાય. કારણ કે સમ્યકત્વ માત્રના યોગથી આણુવ્રતનું પાલન તે દેશવિરતિ નહિ, પરંતુ દેશવિરતિ ચોગ્ય પરિણામના ગેજ અણુવ્રતનું પાલન તે દેશવિરતિ ગણાય.