________________
સમ્યકત્વનું સ્વરૂપ
વિવક્ષામાં (ગણત્રીમાં નથી, જેમ સમૂર્ણિમ પંચેન્દ્રિયોને સંજ્ઞા માત્ર હોવા છતાં પણ (હેતૃપદેશિકી સંજ્ઞા છે તે પણ) વિશિષ્ટ સંજ્ઞાના (દીર્ઘકાલિકી સંજ્ઞાના) અભાવે અસંજ્ઞી કહા છે. વિરતિપણું તે મહાવતે વા અણુવ્રતે રૂપ મેટા ચારિત્રના સદ્ભાવે જ ગણાય છે, કારણ કે એકાદિ સેનૈયાથી ધનવાન કહેવાય નહિ, એકાદિ પશુ રાખવા વડે ગોધનવાળે ગણાય નહિ, (અને અલ્પ રૂપ વડે રૂપવાન ગણાય નહિ) તેમ અતિ અલ્પ ચારિત્ર વડે વિરતિવંત ગણાય નહિ.
પ્રશ્ન-સમ્યક્ત્વ સાથે શુશ્રષાદિ ગુણે અવશ્ય હાય એમ સંભવિત નથી, કારણ કે અનેકાન્તિક છે (શુશ્રુષાદિ ગુણે હોય અને ન પણ હોય). તે આ પ્રમાણે-ઉપશાન્તમેહ આદિ શ્રેણિગત ગુણસ્થાનવાળા જીને સમ્યકત્વ છે પરંતુ શુશ્રુષાદિ ગુણ નથી, કારણ કે એ જીવે અત્યંત ધ્યાનસ્થ છે, તે એવી ધ્યાન દશામાં શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા વૈયાવૃત્યને નિયમ ઈત્યાદિ કેવી રીતે હોય?
ઉત્તર –જે કે ઉપશાન્તમાહ આદિ ગુણસ્થાનમાં ધ્યાનસ્થ જીવને શુશ્રુષા આદિ ગુણ સાક્ષાત્ (દેખીતી રીતે) નથી, કારણ કે કૃતાર્થ થયેલા છે, પરતુ ફળરૂપે વિદ્યમાન છે, કારણકે શુષાદિ ગુણોનું એ ઉપશાન્તમહત્વાદિ ફળ છે માટે અનેકાન્તિક કેમ કહેવાય? અથવા બીજી રીતે વિચારીએ તે અહિં શ્રાવક ધર્મને અધિકાર ચાલે છે માટે શ્રાવકપણાની અવસ્થામાં જે સમ્યકત્વ છે તે સમ્યક્ત્વમાં (શ્રાવકને) શુશ્રુષા આદિ ગુણે દઢ-અત્યન્ત હોય છે. માટે