________________
૧૯
સમ્યકત્વનું સ્વરૂપ
ઉત્તર:--સમ્યક્ત્વમાં આટલું જ્ઞાન હોવું જ જોઇએ એવા કંઇ પણ નિયમ નથી, પરંતુ સજ્ઞભાષિત વચન એ જ સત્ય” એવા હૃદયસંસ્કાર અત્યંત દૃઢ હાવા જોઇએ; એ જ તાત્ત્વિક સમ્યક્ત્વ છે. કહ્યુ છે કે—
सव्वाइ जिणेसर भासिआई वयणाई ननहा हुंति । इअ बुद्धी जस्स मणे सम्मतं निच्चलं तस्स || १ ||
અર્થ:જિનેશ્વરનાં કહેલાં સર્વે વચનેા સત્ય જ છે પરન્તુ અન્યથા નથી (અસત્ય નથી) એવી બુદ્ધિ જેના હૃદયમાં હોય તેને દૃઢ સમ્યક્ત્વ હાય છે ા તથા
जीवाइनवपयत्थे जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दतो अयाणमाणे वि सम्मत्तं ||२||
અઃ—જીવ આદિ નવ પદાર્થીને (નવ તવાને) જે જીવ જાણે તેને સમ્યક્ત્વ હાય છે, વા થાય છે, અને જીવાદિ પદાર્થ ન જાગુતા હાય તા ભાવવડે ( હૃદય ગત દૃઢ સંસ્કાર વડે) એ નવ પદાર્થની શ્રદ્ધા કરતા ( સશભાષિત સ્વરૂપવાળા જીવાદિ ૯ પદાર્થો છે જ તથા સ્વગ નરક ઇત્યાદિ છે જ એમ ખાત્રીપૂર્વક માનતા ) જીવ અજ્ઞાની હાય ( જીવાજીવાદિ પદાર્થોનું સવિસ્તર સ્વરૂપ ન જાણતા હાય) તેા પણ તેને સમ્યક્ત્વ હોય છે રા
सर्वाणि जिनेश्वरभाषितानि वचनानि नान्यथा भवन्ति ॥ इति बुद्धिर्यस्य मनसि सम्यक्त्वं निश्चलं तस्य ॥ जीवादिनवपदार्थान् यो जानाति तस्य भवति सम्यक्त्वम् । भावेन श्रद्दधानो - अजानन्नपि सम्यक्त्वम् ॥