________________
શ્રાવકધર્મ વિધાન
છતાં પણ સમ્યક્ત્વ ન હોય (અથવા તે જ્ઞાન સમ્યગજ્ઞાન ન ગણાય. )
ઉત્તર–મિથ્યાત્વ મેહનીય કર્મ કે જે મેહનીય કર્મના ૨૬ વા ૨૮ ભેદમાંનું એક છે, તેના ઉદયથી જીવમાં દુરાગ્રહ સદાને માટે પ્રવર્તે છે, અને દુરાગ્રહ પ્રવર્તતાં સમ્યક્ત્વને અભાવ હોય છે, માટે દુરાગ્રહને અભાવ અને દુરાગ્રહના અભાવથી ઉત્પન્ન થયેલી સમ્યક તત્ત્વ શ્રદ્ધા રૂપ સમ્યકત્વ તે પિછાણોવરમા=મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષપશમથી (તથાવિધ ઉદયના અભાવથી થાય છે. અર્થાત મિથ્યાત્વમેહનીયના ક્ષાપમાદિકથી એટલે ક્ષયથી, ઉપશમથી વા ક્ષયોપશમથી) જીવમાં દુરાગ્રહ વર્તતે નથી તેથી છવાછવાદિ પદાર્થોની શ્રદ્ધા–પ્રતીતિ પણ નિર્મળ હેવાથી સમ્યક શ્રદ્ધા વર્તે છે અને એ સમ્યફ શ્રદ્ધા તે જ सम्यक्त्व.
પ્રશ્ન-જીવાજીવાદિ પદાર્થની સમ્યમ્ શ્રદ્ધા તે સમ્યકત્વ એ વાત તે ઠીક, પરંતુ સમ્યક્ત્વમાં જીવાજીવાદિ પદાર્થનું કેટલું જ્ઞાન હેવું જોઈએ તેને કંઈ નિયમ છે? જીવવિચાર જેટલું? કે લઘુપ્રકરણ જેટલું? કે ત્રણ ભાષ્ય સહિત ૭ પ્રકરણ જેટલું? કે બૃહત્સંગ્રહણ ક્ષેત્રસમાસ સહિત ૯ પ્રકરણ જેટલું? કે છ કર્મગ્રંથ જેટલું? કે અગિઆર અંગ જેટલું? કે ૪૫ આગમ જેટલું કે ૮૪ આગમ જેટલું કે તે તે કાળે વર્તતા સર્વ શ્રત જેટલું ?