________________
૧૪
શ્રાવકધર્મવિધાન સામાયિક ને સર્વવિરતિ સામાયિક, એ ચાર સામાયિકમાંનું કઈ પણ એક સામાયિક જીવ જે પામે તે આયુષ્ય સિવાયની સાત કર્મ પ્રવૃતિઓની સ્થિતિ એક કેડીકેડી સાગ'રોપમની અંદર કરીને જ (અર્થાત્ અન્તઃ કે. કે. સાવ જેટલી સ્થિતિ કરીને જ) પામે. ૧
એ પ્રમાણે અતિ કિલષ્ટ કર્મના નાશથી જે જીવ ઉપયોગ પૂર્વક પરલોકને હિતકારી એવું જિનવચન સમ્યફ પ્રકારે સાંભળે તે જ અહિં ૩=ઉત્કૃષ્ટ શ્રાવક એટલે મુખ્ય શ્રાવક કહેવાય. એ વિશેષણેમાંના એક પણ ન્યૂન વિશેષણથી જિનવચન સાંભળનારે જીવ (ભાવ) શ્રાવક ન કહેવાય.
અથવા ગુણો પદમાં તો એ પદછંદ ન કરતાં પુ તો એ પદચ્છેદ કરીએ તે સુ એટલે શુક્લપાક્ષિક અને જો તે. અર્થાત્ તે પૂર્વોક્ત વિશેષણવાળે શુકલપાક્ષિક જીવ જિનવચન સાંભળે તે શ્રાવકા કહેવાય. અહિ જે જીવને અર્ધ પુદગલપરાવર્તનથી ઓછો સંસાર બાકી હોય તે જીવ શુક્લપાક્ષિક કહેવાય, અને એથી અધિક સંસાર જેને ભમવાને છે તે કૃષ્ણ પાક્ષિક જીવ કહેવાય. શ્રાવકધર્મ સંબંધિ અન્ય ગ્રંથમાં આ સ્થાને પૂર્વોક્ત વિશેષણ રહિત સામાન્ય માત્ર શ્રવણ કરવાથી નામ શ્રાવક ઇત્યાદિ શ્રાવકના અનેક પ્રકાર કહ્યા છે. (અને અહિં તે ભાવ શ્રાવકને જ અર્થ હેવાથી નામશ્રાવક આદિ પ્રકાર કહ્યા નથી.)