________________
१६२
श्रीमद् विजयराजेन्द्रसूरि-स्मारक-प्रथ આચાર્યશ્રી ઉત્કૃષ્ટ ચારિત્રના પાલક હતા તે તેઓશ્રીને જીવનના દરેક પ્રસંગમાં તરી આવે છે. શિથિલાચારને તેઓશ્રી એક પ્રકારનું પાપ સમજતા હતા. માણસના જીવનમાં જે કઈ પણ વસ્તુ પ્રધાન હોય તે તે ચારિત્ર છે, ચારિત્રથી જ ઉત્કૃષ્ટ નિકૃષ્ટને બંધ થઈને વ્યક્તિત્વ ઝળકી ઊઠે છે. વિના ચારિત્ર ઉપદેશની કંઈ પણ અસર થતી નથી. આજની સાધુ સંસ્થામાં શિથિલાચાર બહુ ફાલે ફૂલ્ય વધતું જાય છે અને આચાર વિચારને સુમેળ દેખાતું નથી, પરિણામે આજે જૈન સમાજમાં સાચા શ્રદ્ધાળુ જેનેની સંખ્યા ઘટતી જાય છે. સ્વ. શ્રી રાજેન્દ્રસૂરિજી પણ ચારિત્રપાલન ઉપર ખૂબ જ ભાર મૂકતા હતા. ચારિત્રથી વધારે કિંમત કઈ વસ્તુની નથી. જીવનની સફળતા અને નિષ્ફળ તાને આધાર ચારિત્ર ઉપર છે, પૈસામાં જે શક્તિ નથી તેથી પણ વિશેષ શક્તિ ચારિત્રમાં છે. ચારિત્રનો પ્રભાવ જ અદ્દભુત હોય છે, અગાઉના જૈન આચાર્યો અને મુનિ પુંગન જીવન ચરિત્રે સાંભળીએ છીએ ત્યારે ઉત્કૃષ્ટ ચારિત્રના બળે તેમણે જે સુવાસ ફેલાવી છે અને ભગવાન મહાવીરના માર્ગને દીપાવ્યું છે તેમના સંયમને વારંવાર હૃદય નમી પડે છે.
આજે ચારિત્રના વાંધા પડ્યા છે, પરિણામે ચારિત્રશીલ મુનિયે સિવાય બીજાઓના ઉપદેશની કંઈ પણ અસર પડતી નથી. ચારિત્રશીલ મનુષ્ય સમગ્ર સૃષ્ટિને પ્રેમની દૃષ્ટિથી જુએ છે અને તેનું આચરણ પણ એવું જ હોય છે.
સ્વ. જૈનાચાર્યશ્રીએ ઘણાના દુઃખ દૂર કર્યા અને સસ્પંથે દેય છે. અંતસમયે બધા શિષ્યોને બોલાવીને કહ્યું કે, “આ વિનાશી શરીરને કઈ ભરોસે નથી એટલે તમારે દરેકને સાધુકિયામાં દઢ રહેવું, જે એમાં જરા પણ ચૂકશે તે ચારિત્રરૂપી જે હીરે મળે છે તે ગુમાવી દેશે માટે ખૂબ સાવધાનીથી ચારિત્રની રક્ષા કરવી, મેં તે મારું કામ યથાશક્તિ સિદ્ધ કર્યું છે, તમે પણ તમારા આત્માના વિકાસ માટે બધું કરી છૂટેજે
જૈનાચાર્યશ્રીના છેલ્લા શબ્દો આજના દરેક સાધુમુનિરાજને અનુકરણ કરવા જેવા છે. પિતાના ગુરુ શિષ્યને કે વારસ આપી જાય છે અને છેલ્લે કઈ જાતની ભલામણ કરી જાય છે તે બધપાઠ આજે ખાસ જરૂરી છે. “સાધુ –એટલે આત્મસાધના એ એનું પ્રધાન કર્તવ્ય બની રહે છે, એ સિવાયની બીજી બધી પ્રવૃત્તિઓ ગૌણ ગણવામાં આવી છે. આજે તે શિષ્ય ગુરુનું કેટલું માન રાખે છે અને ગુરુ શિષ્ય તરફ કેવું વર્તન રાખે છે એ જોઈએ તે જૈન સમાજની દયાજનક સ્થિતિ દેખાય છે. સ્વ. શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીને અમૂલ્ય વારસો આજે શ્રીમવિજય ઘનચન્દ્રસૂરીશ્વર, શ્રીમદ્દવિજય ભૂપેન્દ્રસૂરીશ્વર તથા પટ્ટધર આચાર્ય શ્રીવિર્ય યતીન્દ્રસૂરીશ્વરજી સંભાળી રહ્યા છે.
આપણે સૌ જૈનાચાર્યશ્રીના જીવનપુષ્પમાંથી સુવાસ લઈને આપણું જીવન ઉજ્વળ બનાવીશું ત્યારે આવા મહાન આચાર્યના અનુગામી તરીકે આપણું નામ સાર્થક કરી